________________
‘હું ચંદુ છું, આ દેહ મારો છે, આનો ધણી થઉં, આનો મામો થઉં’ એ જે બોલી રહ્યો છે આજે, જે પહેલા પ્રતિષ્ઠા કરેલું, યોજનારૂપે હતું; એ પહેલાનું કર્મ આજે રૂપકમાં ફળરૂપે આવ્યું છે. હવે રૂપકમાં આવે અને એવો વ્યવહારનો પાઠ ભજવે તેનો વાંધો નથી પણ અજ્ઞાનતાથી એને એવી જ શ્રદ્ધા છે, માટે ફરી પાછું બીજ પડે છે. એટલે દેહમાં જ પ્રતિષ્ઠા કરે છે કે ‘આ હું છું.’ એટલે ફરી પાછો દેહ ઉત્પન્ન થાય છે. (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, તે પ્રતિષ્ઠા કરી કરીને મૂર્તિ ઘડે. તે પછી ફળ આપે બીજે અવતારે.
આ ભવમાં જૂનું બધું ભોગવી રહ્યો છે, પણ તેમાં અહંકાર કરવાનું હોય નહીંને !
પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠા કોણ કરે છે ? અહંકાર. એનો એ જ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, બીજો (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે. આજે વર્તનમાં, વાણીમાં અહંકાર કરે છે એ પહેલાનો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે અને રોંગ બિલીફથી પોતે ફરી છે તે પ્રતિષ્ઠા કરે
છે, કે ‘હું ચંદુ, હું કરું છું, આ મારું છે' એ આવતા ભવની પ્રતિષ્ઠા. એટલે જૂની પ્રતિષ્ઠા વર્તનમાં ઉકલે છે ને નવી પ્રતિષ્ઠા રોંગ બિલીફથી ઉત્પન્ન કરે છે. એમ ઘટમાળ ચાલ્યા કરે છે.
‘હું ચંદુ, આનો મામો, આ વિચાર મને આવ્યો' એ પાછલી પ્રતિષ્ઠાનું આશ્રવ છે તે પછી નિર્જરા થાય છે. એ નિર્જરા થતી વખતે એવો ને એવો ઘાટ ઘડીને બંધપૂર્વક નિર્જરા થાય છે. હવે આ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય, તેય બોલે ‘હું ચંદુ, આનો મામો’ તે પાછલી પ્રતિષ્ઠાનું જ પણ આજે ‘હું ચંદુભાઈ છું' એ શ્રદ્ધા ઊડી ગઈ છે એટલે પોતે નવી પ્રતિષ્ઠા કરતો નથી. એટલે એને સંવર કહેવાય છે. બંધ નવો નથી થતો.
જડ અને ચેતનના સામીપ્ય ભાવથી વિભાવ ઊભો થાય છે. એમાં
અહંકાર ઊભો થાય છે. એ અહંકાર જ માને છે કે ‘હું ચંદુ, મેં કર્યું, આ મારું' એ આવતા ભવની પ્રતિષ્ઠા થાય છે. બીજે અવતારે એ પ્રતિષ્ઠા થયેલું પૂતળું ફળ આપે. અહંકાર ના હોય તો નવી પ્રતિષ્ઠા થાય નહીં. (સૂક્ષ્મતમ) અહંકાર એ જ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા અને (ડિસ્ચાર્જ)
15