________________
સમર્પણ
‘નેતિ, નૈતિ’વેદ વદે, ના મળશે ‘આત્મા' શાસ્ત્રમાં; ‘ગો ટુ જ્ઞાની', નિજાત્મા પમાય, દાદાકૃપાએ સહજમાં. કળિકાળનું ધીર્ આશ્ચર્ય, પ્રગટ્યા દાદા ભગવાન અવનીમાં; અક્રમ વિજ્ઞાને, જ્ઞાની સંજ્ઞાએ આતમ પ્રગટ્યો સ્વ-સ્વરૂપમાં.
વિસરાઈ ગયો મૂળ આત્મા, અજ્ઞાન માન્યતામાં; આતમ જ્ઞાને, સ્વના ભાને, દેહથી નોખો ‘હું શુદ્ધાત્મા’.
ઘડે મૂર્તિ ‘પોતે' પોતાની, કરે પ્રતિષ્ઠા ‘વ્યવહાર આત્મા’; મન-વચ-કાયા ‘નિશ્ચેતન ચેતન', નિર્જરે ‘વ્યવસ્થિત’ હિસાબમાં.
શ્રુત-મતિ-અવધિ-મન:પર્યવ, કેવળજ્ઞાન વર્ણન શાસ્ત્રમાં; અનુભવ-લક્ષ-પ્રતીત, પામ્યા નિજપદ, જ્ઞાની કૃપાથી પ્રત્યક્ષમાં.
ગોપિત જ્ઞાન ‘દાદા’ હૃદયે વસ્યું, અજાયબી અહો એ શબ્દોમાં સર્યું; અનંત ઐશ્વર્યમય, અલૌકિક વાણી, ‘આપ્તવાણી’ માંહી અમૃત ભર્યું
સમાયા સર્વે ફોડ વિજ્ઞાન તણા, અપૂર્વ ચૌદ આપ્તવાણીમાં; જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન, સમર્પયા જગકલ્યાણમાં.
o