Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના મહાત્માઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કેવળજ્ઞાન સુધીની પ્રાપ્તિની ક્ષપક શ્રેણીઓ માંડવાની છે. સંસારની બાકીની જવાબદારીઓ પૂરી કરતાં કરતાં એટલે કે નિશ્ચયમાં રહીને શેષ વ્યવહાર પૂરો કરતાં કરતાં ઠેઠ કેવળજ્ઞાનને પામવાનું છે. પૂજ્યશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ કરેલા છે. વિધ વિધ ઠેકાણેથી વિધ વિધ નિમિત્તોના આધીન વાણી નીકળેલી તેને ટેપરેકર્ડમાં ઝીલેલી છે. પછી ઑડિયો કેસેટોમાંથી દાદાની વાણીને ઉતારી, વિખરાયેલા મણકાઓની માળા પરોવી છે ! મહાત્માઓને મોક્ષપંથ પર પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. વાંચતા જ કેટલીય વસ્તુઓનો અંદરથી ઉઘાડ થઈ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી જ આપણને પ્રત્યક્ષ કહેતા હોય તેમ લાગે છે. સુજ્ઞ વાચકોએ દાદાના પ્રિયપાત્ર ‘ચંદુ’ની જગ્યાએ પોતાનું જ નામ મૂકી વાંચવું. ચંદુ એટલે નામધારી, આપણે પોતે જ. વાક્યે વાક્યે ‘હું ચંદુ છું’ની માન્યતામાંથી ‘હું શુદ્ધાત્મા જ છું’, ‘અકર્તા જ છું’, ‘કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’. આત્મા સિવાયનું બીજું બધું જ ‘ન્હોય મારું'. બીજું બધું પાછળ ચાર્જ કરેલું, તેનું ડિસ્ચાર્જ જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા કૉઝિઝ ઉત્પન્ન કોઈ સંજોગોમાં થતાં જ નથી, માત્ર ઇફેક્ટોને જ તમે ‘જુઓ' છો. આ ઠોકી ઠોકીને કહેવાયું છે. વાંચતા વાંચતા મહીં આનું જબરજસ્ત દ્રઢીકરણ થઈ જાય છે. જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. કારણ કે તીર્થંકરોએ શું કહ્યું છે ? આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. પછી બીજાં કોઈ તપ કરવાનાં રહેતાં નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાન લીધેલા મહાત્માઓ માટે જ છે, અન્યને ફાયદાકારક નથી. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે ! એકાવતારી પદને પામે ! હા, પાંચ આજ્ઞાઓ પ્રજ્ઞાથી પાળવાની છે, બુદ્ધિથી નહીં. બુદ્ધિથી આજ્ઞા પાળેલી કર્મોમાંથી છોડાવી નહીં શકે ! મહાત્માઓએ પ્રસ્તુત આપ્તવાણીના પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધનો તલસ્પર્શી ‘સ્ટડી’ કરવાનો છે. અંદરનો ઉઘાડ ના થાય ત્યાં સુધી મનન-ચિંતન તેમજ 7

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 251