Book Title: Apangna Ojas Author(s): Kumarpal Desai Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad View full book textPage 8
________________ મોટાએ અને ભારતમાં વિકલાંગો માટેના રમતોત્સવના પ્રેરણાદાતા તથા વિખ્યાત માનવતાવાદી ક્રિકેટર શ્રી વિજય મરચન્ટે આ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ સમયે તેઓનાં આવકાર અને આમુખ પ્રાપ્ત થયાં, તેને મારું મોટું સદ્ભાગ્ય માનું છું. “નવચેતન'ના તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદેશી અને ક્રિકેટના વિખ્યાત આંકડાશાસ્ત્રી શ્રી આણંદજીભાઈ ડોસાના અભિપ્રાય માટે તેઓનો પણ આભારી છું. ગુજરાત હજી રમતગમતના ક્ષેત્રે યશસ્વી કામયાબી નોંધાવી શક્યું નથી. ખેલકૂદ વિશે પુસ્તકો પણ આંગળીને વેઢે ગણાય તેટલાં છે. વિદેશમાં તો “રમતગમતનાં છટાદાર શૈલીમાં લખાયેલાં પુસ્તકો “સાહિત્ય' તરીકે સ્થાન અને માન મેળવે છે. એવું સર્જવાના – અને તેય પ્રેરણાદાયી નીવડે તે રીતે – આ પ્રથમ પ્રયાસને ઉમળકાભર્યો આવકાર મળ્યો છે. અપંગનાં ઓજસ'ની પ્રથમ આવૃત્તિ ૧૯૭૩માં પ્રકાશિત થઈ અને એ પછી સમયાંતરે આ પુસ્તકની વધુ આવૃત્તિઓ પ્રગટ થતી રહી. આ દરેક આવૃત્તિમાં છેલ્લામાં છેલ્લી વિગતો અને વિક્રમો સમાવવાનો પ્રયાસ કર્યો અને એ રીતે સંવર્ધિત થયેલી આ સાતમી આવૃત્તિ છે. આનંદની વાત એ છે કે જેમને ઉત્સાહ આપવા માટે આ પુસ્તકની રચના થઈ છે તેવા વિકલાંગો સુધી આ પુસ્તક પહોંચી શક્યું છે. કેટલીક શાળાઓમાં એને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર પણ થયું છે અને એના હિંદી અનુવાદની કૅસેટ પણ તૈયાર કરવામાં આવી છે. આ રીતે આ પુસ્તક વિકલાંગોના વિશ્વમાં ઘણો પ્રેમ સંપાદિત કરી ચૂક્યું છે. “અણુવ્રત' સામયિકમાં એનું હિંદી ભાષાંતર પ્રગટ થયું. ગુજરાત સરકારની ગુણવત્તાવાળાં પુસ્તકોની સાહિત્ય-સ્પર્ધામાં આ પુસ્તકને પારિતોષિક પ્રાપ્ત થયું તેમજ લાયન્સ ક્લબ દ્વારા અપંગો માટે આવું ઉત્કૃષ્ટ પુસ્તક VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202