Book Title: Apangna Ojas Author(s): Kumarpal Desai Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad View full book textPage 7
________________ વિકલાંગ છે. આમાંથી પાંચ ટકા વિકલાંગો યોગ્ય સારવાર અને પોષણ મળે તો સશક્ત બની શકે તેમ છે. ભારતમાં વિકલાંગોની કુલ વસ્તી (૨૦૦૨ની ગણતરી મુજબ) અઢી કરોડ છે. જેમાં અપંગ, બધિર અને અન્ય શારીરિક ક્ષતિ ધરાવતા લોકો છે. દર વર્ષે ગરીબાઈ, અજ્ઞાન, સંકુચિતતા, અંધશ્રદ્ધા તેમજ જન્મજાત ક્ષતિને કારણે પચાસ હજારનો ઉમેરો થતો રહે છે. ગુજરાતમાં દસ લાખ અપંગ માનવીઓ છે. પ્રતિવર્ષે ત્રીજી ડિસેમ્બર વિશ્વભરમાં “વિશ્વ વિકલાંગ દિન' તરીકે ઊજવાય છે. આ દિવસે વિકલાંગો માટેની રમતસ્પર્ધા યોજાય છે અને તે રીતે આ અપંગ એ અસહાય નથી, પણ સમાજનું એક જીવંત ને ક્રિયાશીલ અંગ છે તેમ દર્શાવવામાં આવે છે. રમતની દુનિયામાં તો આવા અંધ, બધિર અથવા અપંગ માનવીઓએ એમના દૃઢ મનોબળથી નવી જ રોનક ઉમેરી છે. ઑલિમ્પિક રમતનું એ મહાન સૂત્ર છે, “ઑલિમ્પિકની શાન વિજયમાં નથી, પણ એમાં ભાગ લેવામાં છે અને તે પણ એક ખેલદિલ માનવી તરીકે.” આવી જ રીતે જીવનની સિદ્ધિ પણ વિજયમાં નથી, લડાયક ખમીરથી મુશ્કેલીઓ સામે ઝઝૂમવામાં છે. આમાં આલેખાયેલી ભારતીય ખેલાડીઓની કથાનો અને વિશેષ તો એમની શારીરિક મર્યાદા પાર કરવાની મથામણનો તાદશ ખ્યાલ મેળવવા એ બધા રમતવીરોની પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી રજૂ કરી છે. આવી જ રીતે જુદી જુદી રમતોમાં સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓના જીવનને આલેખીને વૈવિધ્ય જાળવ્યું છે. જ્યાં જરૂરી લાગે ત્યાં એ રમતનો ખ્યાલ ટિપ્પણમાં આપ્યો છે. આને માટે ઠેર ઠેરથી સાહિત્ય એકત્ર કરવું પડ્યું. બધે જ માહિતીની પ્રમાણભૂતતા જાળવવા સતત જાગ્રત પ્રયાસ કર્યા છે. ગુજરાતના ખમીરને જાગ્રત કરવા ચાહતા સંત પૂજ્ય શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 202