Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ સમાજને આવાં ઉન્નત પગલાં તરફ દૃષ્ટિ કરાવવાનો ભાઈશ્રી કુમારપાળભાઈએ આ પુસ્તકમાં પાત્રોનાં માનવાતીત કર્મો દ્વારા જે પ્રારંભ કર્યો છે અને સમાજની વાચનની અભિરુચિને ઉન્નતગામી બનવાની પ્રેરણા આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કર્યો છે, તે વાચકોના દિલમાં ચિનગારી પ્રગટાવશે એવી મારા અંતઃકરણની જીવંત શ્રદ્ધા છે. માનવનું મન કેટલું મહાન છે અને તે ધારે તો અશક્યનું પણ શક્ય કરી શકે છે, તે આ પુસ્તકનાં પાત્રોનાં કર્મોથી ફલિત થાય છે. માનવસમાજના સંકલ્પને દૃઢીભૂત થવામાં અને તેને મરણિયો બનાવવામાં આવાં પાત્રોની સાહસગાથાઓ જીવનમાં ઘણો મોટો ભાગ ભજવે છે. ભાઈશ્રી કુમારપાળભાઈ આવા પ્રકારનું સાહિત્ય પ્રગટ કરતા રહે તો સમાજનો અભિગમ બદલાવવાની પ્રક્રિયામાં તેમનો જે કંઈ યત્કિંચિત્ ફાળો હશે, તે તેમનું કર્મ પણ અદ્વિતીય પ્રકારનું ગણાશે. આવા પ્રકારનું સાહિત્ય વિશેષ ને વિશેષ પ્રગટ થતું જાય અને સમાજ તે વાંચતો થાય, તો સમાજના વિકાસની ગતિમાં, શ્રદ્ધા છે કે પ્રગતિ થાય. ભાઈશ્રી કુમારપાળભાઈની કલમમાં વ્યક્ત થવાની કોઈક કળા તો છે, તેનાં અનુભવ-દર્શન તો ‘ગુજરાત સમાચાર'ના એમના લેખો દ્વારા થાય છે જ, તેમ છતાં આ પુસ્તકની લેખનશૈલી સરળ, સૌમ્ય અને પ્રસંગગાથાને સાનુકૂળ છે. દિલને સાહસનાં અને માનવીને અશક્યને શક્ય કરવાનાં પ્રેરણાભર્યાં પાત્રોનાં ચરિત્રને આલેખતાં આલેખતાં એમણે જે હથોટી પ્રગટ કરી છે તે પરથી હજી ભવિષ્યમાં આવા પ્રકારનાં સાહિત્યનું દર્શન તેમના ત૨ફથી વધારે ને વધારે સમાજને થયા ક૨શે, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ફરીથી શ્રી કુમારપાળભાઈને આવા સાહિત્યસર્જન માટે મારા હૃદયના ભાવથી મુબારકબાદી આપું છું. ૧૯૭૩ Jain Education International XIII For Private & Personal Use Only મોટા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 202