Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ આવકાર ••• શ્રી જયભિખુભાઈને કોણ ઓળખતું નથી ? “ગુજરાત સમાચાર'માં “ઈંટ અને ઇમારત'ના લેખો દ્વારા સમાજનું ત્રીજું નયન ખૂલે એવો એમનો ભાવનાયુક્ત પ્રયત્ન હતો. શ્રી જયભિખુભાઈનું માનસ સાંપ્રદાયિક મર્યાદાઓથી અલિપ્ત હતું. એમના સુપુત્ર શ્રી કુમારપાળભાઈએ પિતાની કલમને તો શોભાવી જ છે; એટલું જ નહીં, પરંતુ પિતાથી પણ સવાયા (ભાવનામાં) થવાય એવી રીતે પોતાના યૌવનને દીપાવી રહ્યા છે. “ગુજરાત સમાચાર' દ્વારા એમણે શ્રી જયભિખુભાઈની તે પ્રકારની શ્રેણીની પરંપરા જીવંત અને ચેતનાત્મક રાખી છે. એટલાથી જ માત્ર સંતોષાઈ જાય તેવા તે માનવી નથી. એમની દૃષ્ટિ તો માનવીના ગુણો કેમ કરીને વિકાસ પામે, માનવીનાં દિલ, સાહસ, હિંમત, પરાક્રમ, મર્દાનગી અને ઝિંદાદિલી પરત્વે કેવી રીતે આકર્ષાય, તે છે. તેમની આવી મુરાદને ભાષા આપતી “અપંગનાં ઓજસ' નામની આ ચોપડી હમણાં જ બહાર પાડી છે. આ પુસ્તકનું લખાણ સામાન્ય પુસ્તક કરતાં કોઈ અનોખી જાતનું અને ઘટનાનું છે. એનાં પાત્રોનાં ખમીર અને મનોબળ માનવાતીત પ્રકારનાં છે. માનવી મરણિયા નિરાધારને કારણે જેને બુદ્ધિ પણ ન સ્વીકારી શકે એવાં પરાક્રમ દાખવે છે. એ એવાં કર્મ કરે છે, જે વાંચીને આપણા દિલમાં એક પ્રકારની પ્રેરણાત્મક ભાવના પ્રગટે છે. “માનવી શું નથી કરી શકતો ?' એવી એક નાનકડી લાગણીનો – ઊર્મિનો જો માનવસમાજના માનસમાં દીવો પ્રગટે, તો સમાજ કેટકેટલું કરી શકે, એ આ ચોપડીનાં તદ્દન વાસ્તવિક અને સાચાં પાત્રો બોલી ઊઠે છે. જે અપંગતા માનવીને દોદળો, તદન લૂલો અને નિરાધાર બનાવી મૂકે છે, એની માનસિક સ્થિતિ અપંગતામાં જ પરિણામ પામતી હોય છે, એવાં કેટલાંય લોકોએ કેવાં કેવાં મહાન સાહસનાં, પરાક્રમનાં, મર્દાનગીના, ધીરજ, સહનશક્તિ અને માનસાતીત મનોબળનાં કામ કર્યા, તેનાં પાત્રો દ્વારા જે દર્શન XI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202