Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ જાતે તેને રાંધતા જોઈ છે અને તેણે તૈયાર કરેલા ભોજનનો સ્વાદ પણ માણ્યો છે. આ નવ વર્ષમાં દાઝવાની તો વાત શી, ઊનું પાણી પણ તેના શરીર પર પડ્યું હોય તેવું બન્યું નથી. આ બતાવે છે કે આપણા જેવા દેખતા લોકો કરતાં પણ તે સલામતીના નિયમોની બાબતમાં વધુ સભાન છે. તો હવે મને કહો કે કોણ સાચેસાચું અંધ ? આ જ વાત બીજા પ્રકારનાં અપંગોનેય લાગુ પડે છે. મેં જે કહ્યું છે તે તમને સાચું ન લાગતું હોય, તો તમે માત્ર શ્રી કુમારપાળ દેસાઈનું અત્યંત આકર્ષક રીતે લખાયેલું આ પુસ્તક વાંચી જાવ. તેમાં અપંગ લોકો જીવવા માટે કેવું ઝઝૂમતા હોય છે અને તેમાં કેટલે અંશે સફળ નીવડે છે એ વાત તેમણે ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખી છે. તેમણે જે વ્યક્તિઓ વિશે આ પ્રસંગો લખ્યા છે તે વ્યક્તિઓને ‘ભીની વિકેટ’ પર ઝઝૂમવા માટે તો જેટલાં અભિનંદન આપીએ તે ઓછાં જ છે, પણ સાથે સાથે આવાં ઝિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના પણ આપણે ખરેખર ઋણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમારપાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તકલેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે. આ પુસ્તક સર્વથા સફળ નીવડો, એવી મારી અંતઃકરણની શુભેચ્છા છે. ૧૩ ઑક્ટોબર, ૧૯૭૩ વિજય મર્ચન્ટ અભિપ્રાય શ્રી કુમારપાળ દેસાઈનું પ્રત્યેક લખાણ વૈવિધ્યપૂર્ણ અને વિચારસધન હોય છે. તેમનું ‘અપંગનાં ઓજસ' પુસ્તક માત્ર અપંગો માટે જ નહીં, કિંતુ સશક્ત વ્યક્તિઓને પણ પ્રેરણારૂપ અને ઉત્સાહપ્રેરક છે. તેમનું આ પુસ્તક એટલું બધું ઉપયોગી છે કે એ બીજી ભાષાઓમાં પણ પ્રગટ થવું જોઈએ, તેવું મારું દૃઢ મંતવ્ય છે. . આણંદજીભાઈ ડોસા Jain Education International X For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202