Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ આમુખ શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના ‘અપંગનાં ઓજસ' એ પુસ્તકનું આમુખ લખવાની વિનંતી કરીને મારા પ્રત્યેનો તેમનો આદર પ્રગટ કર્યો છે. અંધ, બહેરાં, મૂંગાં, કોઢગ્રસ્ત કે પક્ષાઘાતથી પીડાતાં એમ જાતજાતનાં અપંગ લોકોની કલ્યાણપ્રવૃત્તિ સાથે હું ગાઢ રીતે સંકળાયેલો હોવાથી જ કદાચ એમણે મને આ વિનંતી કરી હશે. આને હું મારું મોટું સન્માન લેખું છું. — ‘અપંગ’ કોને કહેવાં ? શું જે લોકો જન્મથી જ અથવા જન્મ્યા બાદ કોઈ અપંગની ખોડવાળાં બન્યાં હોય તેમને અપંગ ગણવાં ? આવાં અપંગો આપણે માનીએ છીએ તેવાં અસહાય હોય છે ખરાં ? હું તેમ માનતો નથી. મને તો હંમેશાં લાગ્યું છે કે જેમને જોવા માટે આંખો જ નથી તે લોકો અંધ નથી, પરંતુ જેમને આંખો છે છતાંય જોઈ શકતાં નથી તે જ અંધ છે. તે જ પ્રમાણે ઉ૫૨ જે બીજા પ્રકારનાં ‘અપંગો’ ગણાવ્યાં તે લોકો ખરેખર અપંગ નથી. ખરેખર તો આ સ્પર્ધાભર્યા જગતમાં પણ ટકી રહેવા આ લોકો જે મક્કમ સામનો કરતાં હોય છે તેને ન જોનારાં, ન સમજનારાં અને કદર ન કરનારાં એવાં આપણે સામાન્ય લોકો જ ‘અપંગ’ કહેવાવાને પાત્ર છીએ. કોઈ પણ સશક્ત શરીરવાળો માણસ કરી શકે તેવાં ઘણાં કામો તેઓ કરી શકે છે. કેટલીક વાર તો આ કામ તેઓ આપણાથી વધારે સારી રીતે પણ કરતાં હોય છે. અમારી હિન્દુસ્તાન મિલ્સમાં મીનાક્ષી ભટ્ટ નામે એક પરણેલી યુવતી છે. એ પોતે તો સંપૂર્ણપણે અંધ છે જ, પણ એનો પતિ ઓધવજી ભટ્ટ પણ અંધ છે. તેમના લગ્નજીવનનાં પણ નવ વર્ષ વીત્યાં છે. તેમને બે સુંદર દેખતી દીકરીઓ છે. લગ્ન થયાં ત્યારથી મીનાક્ષી કોઈ દેખતા માણસની મદદ વગર ગૅસ ઉપર પોતાનો શાકાહારી ખોરાક (તે ચુસ્ત શાકાહારી હોવાથી) જાતે રાંધે છે. એને મદદ કરનાર એક માત્ર વ્યક્તિ છે એનો અંધ પતિ. મેં Jain Education International IX For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202