Book Title: Anandghan Chovisi Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન (બીજી આવૃત્તિ પ્રસંગે) જેઓનું નામ અને કામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથે સતત જોડાયેલ છે તે સ્વ. શ્રી મોતીચંદભાઈ કાપડિયાને રોજ સામાયિક કરીને લખવાનો નિયમ હતા. એમણે ઊંડા શાસ્ત્રાભ્યાસને કારણે યોગીરાજ આનંદઘનજીના તાત્વિક સ્તવનેનું ગહન ચિંતન-મનન કર્યું હતું. આ રીતે “શ્રી આનંદઘનજી ચોવીશી'ની કૃતિનું સર્જન થયું છે. પરિણામે શ્રી આનંદધનજીની રચેલ સવે કૃતિઓ સરળ અને કપ્રિય શબ્દાર્થ અને ભાવાર્થ વાચકોને કંઠસ્થ કરવાનું સરળ થઈ રહ્યું છે. - શ્રી આનંદધન ચોવીસીનું સંપાદન વિદ્વાન વિચારક, ચિંતક અને લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કરતાં આ ગ્રંથની સામગ્રીની વિશેષતા અને ચાહના વધી છે. આ ગ્રંથ ઉપરનું સંપાદકીય વિવેચન બહુ સરળ અને સાદી ભાષામાં આલેખાયેલ હોઈ સામાન્ય વ્યક્તિ પણ તુરત ગ્રહણ કરી શકે છે, અને સંશોધકોને નવી કેડી પ્રાપ્ત થાય છે. પરિણામે શ્રી આનંદધનજીની કૃતિઓની વિશેષતા નો વિચારપ્રવાહ પૂરો પાડે છે. આ ગ્રંથની સતત માગણી રહેતાં, તેનું પુનઃમુદ્રણ થયું છે. જિજ્ઞાસુ અને વાંચકોને આ પ્રકાશન જરૂર ઉપયોગી થશે અને લાંબા સમયની વાંચકેની જરૂરિયાત આ રીતે સંસ્થા દ્વારા સંતોષાય છે અને અમને આનંદ છે. આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું, તેના પ્રફ રીડિંગનું કામ શ્રી રોહિતભાઈ શાહે સંભાળી લીધું અને બાઈડિંગ ભગવતી બાઇડિંગ વર્કસવાળા શ્રી નાનાલાલ વ્યાસે કરી આપ્યું છે, તેઓ સર્વે પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણીઓ દર્શાવીએ છીએ. ઓગસ્ટ ક્રાંતિ માગ મુંબઈ-૪૦૦૦૩૬ ચૈત્ર સુદિ ૧૩, બુધવાર તા. ૩-૪–૧૯૮૫ જયંતિલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ મંત્રીએPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 536