Book Title: Ajitrabhu Charitram Author(s): Devanandsuri, Vinaypurnashreeji Publisher: Omkarsuri Gyanmandir View full book textPage 9
________________ સંતોષ છે કે વિદુષી સંપાદિકાએ અપાર શ્રમ અને ધીરજ સાથે આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. આ ગ્રંથમાં આવતી કથાઓ જે જે ગ્રંથોમાં આવતી હોય તે તે ગ્રંથો સાથે તુલના કરી શુદ્ધીકરણ કર્યું છે. વસુદેવહિંડી, ત્રિષષ્ટિ આદિ અનેક ગ્રંથો સાથે સરખામણી કરી છે. સામુદ્રિક બાબતોના વર્ણનને સામુદ્રિકગ્રંથો સાથે સરખાવ્યું છે. વ્યાકરણની દૃષ્ટિએ પણ પ્રયોગોની ચકાસણી કરી છે. કોઈ ક્લિષ્ટ કે ઓછો જાણીતો પ્રયોગ આવે ત્યાં ટિપ્પણમાં એની રૂપસિદ્ધિ સમજાવી છે. એક અપ્રગટ તીર્થકર ચરિત્રનું સુચારુ સંપાદન - સંશોધન કરવા બદલ સંપાદિકા સાધ્વી વિનયપૂર્ણાશ્રીને અંતરના આશીર્વાદ. ગ્રન્થકાર પ્રસ્તુત “અજિતનાથ પ્રભુ ચરિત' ના કર્તા દેવાનન્દસૂરિજીએ પોતાના ગુરુનું નામ “પદ્મપ્રભસૂરિ' જણાવ્યું છે. એ સિવાય બીજી કશી વિગત તેઓશ્રીએ આપી નથી. “દેવાનન્દ નામના બે-ત્રણ મુનિઓ વગેરેના નામ મળે છે. આ. પદ્મપ્રભસૂરિના શિષ્ય દેવાનન્દસૂરિ પીર્ણમિક ગચ્છમાં થયા છે. આ ગચ્છનો પરિચય અને ગ્રંથકારની ગુરુપરંપરા વગેરે બાબતો ડૉ. શિવપ્રસાદે લખેલા "નૈન શ્વેતાન્વર છીં સંક્ષિપ્ત તિહાસ” ભા. ૨ (પ્ર. પૂ. મા. ૩ઋારસૂરિજ્ઞાનમંદિરપ્રસ્થાવતી – સૂરત) (પૃ. , ૧૩૭-૨૨૮) માં આ પ્રમાણે આપેલ છે. पूर्णिमागच्छ का संक्षिप्त इतिहास मध्ययुगमें श्वेताम्बर श्रमणसंघ का विभिन्न गच्छों और उपगच्छों के रूपमें विभाजन एक अत्यन्त महत्त्वपूर्ण घटना है । श्वेताम्बर श्रमणसंघ की एक अत्यन्त महत्त्वपूर्ण शाखा चन्द्रकुल [बाद में चन्द्रगच्छ] का विभिन्न कारणों से समय-समय पर विभाजन होता रहा । परिणामस्वरूप अनेक नये-नये गच्छों का प्रादुर्भाव हुआ । इनमें पूर्णिमागच्छ भी एक है । पाक्षिकपर्व पूर्णिमा को मनायी जाये या चतुर्दशी को ? इस प्रश्न पर पूर्णिमा का पक्ष ग्रहणPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 502