________________
આ ગ્રંથ સંપાદનમાં નામી-અનામી જેઓનો સહયોગ મળેલ છે. તે સર્વેનો હૃદયથી આભાર માનીએ છીએ.
પુસ્તકનું સુંદર મુદ્રણ કરી આપનારા કિરીટ ગ્રાફીક્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
ગ્રન્થકારશ્રીના આશયથી વિરુદ્ધ જતું કાંઈ પણ સંશોધન મતિમંદતાના યોગે થઈ ગયું હોય તો ગ્રન્થકારમહર્ષિની ક્ષમા યાચીએ છીએ.
પરમકૃપાળુ પરમાત્મા અને પરમોપકારી પૂજય ગુરુદેવોની પરમકૃપા અને આશીર્વાદથી જ આ કાર્ય થયેલ છે. પ્રાન્ત આ કાર્યમાં પ્રથમ પ્રયાસ હોવાથી અને એક જ પ્રેસકોપીનો આધાર હોવાથી સંપાદિત આ ગ્રંથમાં મતિમાંદ્યથી દષ્ટિદોષથી કે પ્રમાદથી રહી ગયેલ ક્ષતિઓને પ્રકૃતિથી કૃપાળુ એવા સજ્જનો શુદ્ધ કરી પરિશ્રમને સફળ કરે એજ વિનમ્રભાવે અભ્યર્થના.
લિ. કૃપાકાંક્ષી વિનયપૂર્ણાશ્રીજી