________________
॥ ૐૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ II II સદ્ગુરુભ્યો નમઃ ।
સમ્પાદકીય
પૌર્ણમિક ગચ્છના આ. પદ્મપ્રભસૂરિના શિષ્ય આ. દેવાનન્દસૂરિ રચિત અજિતનાથપ્રભુ ચરિતનું સંપાદન સંશોધન કરી પ્રકાશન કરતા અતિ આનંદ થાય છે.
સંપાદનનો આ પ્રથમ પ્રયાસ છે. અને માત્ર પ્રતિલિપિ કરેલ કૉપીના આધારે કોઈ પણ હસ્તલિખિત પ્રતના આધાર વિના સંપાદન સંશોધન કરવું એક પડકારજનક કાર્ય કહેવાય, પણ પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અમને આ કાર્ય સોંપ્યું અને અમે એ શ્રદ્ધાએ સ્વીકાર્યું કે મુશ્કેલી પડે તો માર્ગદર્શન આપવા પૂ. આ. ભ. તૈયાર જ છે... અને અમે ભીલડીયાજીમાં આ કાર્ય શરૂ કર્યું...
-
પ્રતિલિપિમાં પ્રથમ પેજ પણ ન હતું એટલે ૧ થી ૧૪ શ્લોક અમે રચીને પૂર્તિ કરી. અને આ જ રીતે વચ્ચે ૨-૩ જગ્યાએ ખૂટતા શ્લોકો સંદર્ભ ગ્રંથોના આધારે રચીને પૂર્તિ કરી. અનેક સ્થળે અમે અન્યાન્ય ચરિત્રોનો આધાર લઈ - પાઠનિર્ણય પાઠસંશોધન કર્યા છે.
આ ગ્રંથના સંપાદન - સંશોધનના નિમિત્તે અનેકાનેક ગ્રંથો જોવાનો લ્હાવો મળ્યો. અને પૂજ્યશ્રીનું માર્ગદર્શન પણ મળતું રહ્યું જ્યાં પણ અમે અટક્યા મુંઝાયા કે તરત પત્રદ્વારા મૂંઝવણ વ્યક્ત કરીએ અને વિનાવિલંબે પત્રદ્વારા પૂજ્યશ્રી અમને પ્રત્યુત્તર મોકલાવે. જ્યાં જે ગ્રંથની જરૂર પડે તે ગ્રંથ પણ તત્ક્ષણ મોકલાવી આપે. કયા ગ્રંથો જોવા. કઈ રીતે જોવા. તેનું માર્ગદર્શન પણ પૂજ્યશ્રી આપે.
ઈ.સ. ૨૦૧૬ માં બોમ્બે લોઢાધામ આગળ પૂજ્યશ્રીને અકસ્માત થયો ત્યારે સ્વસ્થતાના સમાચાર માટે પત્ર મોકલાવીએ, અને પ્રત્યુત્તરમાં એક જ