Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ગાથા - 80 અને મૂક્યાં છે. [8] આરાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. ૮૧]અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠ પુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયો. [82 જેમ સારી રીતે આરાધેલી વિદ્યા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે ચે. [૩]જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે * આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. [૮૪]જેમ માંકડો ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયોના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ (નિશ્ચલ રહી શકતું નથી. ૮૫]તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલો કરીને શુભ ધ્યાનને વિષે રમાડવો. [૮]જેમ દોરા સહિત સોય કચરામાં પડી હોય તો પણ ખોવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી દોરા સહિત જીવ પણ સંસારને વિષે પડયો હોય તો પણ નાશ પામતો નથી. [29]જો લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તો જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુખથી છુટે એમાં શું કહેવું? 1 [૮૮]અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર (તેટલા જ) શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યો. [૯]જીવના ભેદને જાણીને જાવજીવે પ્રયત્નવડે સમ્યફ મન, વચન, કાયાના યોગવડે છે કાયના જીવના વધનો ત્યાગ કર. [૯૦)જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુક્ત (સાવધાન) થઈ આત્મવતુ દરેક જીવને માનીને તું દયાને કર [૯૧જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કોઈ મોટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. - ૯રઆ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધો પામ્યો છે. તેથી જીવોને મારતો સર્વ સંબંધિઓને મારે છે. [93 જીવનો વધ તે આપણો જ વધ ાણવો અને જીવની દયા તે આપણી જ દયા છે, તેથી આત્માના સુખને ઈચ્છતા જીવોએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. 4] ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફળ છે એમ સુક્ષ્મ બુદ્ધિથી જાણ. ૯િ૫]જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે. નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફળ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22