Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ માથા-૪૪ 35 માટે સર્વ સંઘે બનેં છપ્પન શ્વાસોશ્વાસનો કાઉસ્સગ કરવો. [૫-૪૬)ત્યાર પછી તે આચાર્ય સંધના સમુદાયમાં ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષેપક તપસ્વી) ને ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરાવે. અથવા સમાધિને અર્થે ત્રણ પ્રકારના આહારને સાગારપણે પચ્ચકખે. ત્યાર પછી પીને પણ અવસરે વોસિરાવે. ૪૭]ત્યાર પછી મસ્તક નમાવી પોતાના બે હાથને મસ્તકે મુકુટ સમાનકરીને તે (અણશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. [૪૮]આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણ ઉપર મેં જે કોઈ કષાય કર્યાહોય, તે સર્વે હું ત્રિવિધ (મન, વચન, કાયા વડે) ખમાવું છું. [૪]હે ભગવન્! મારા સર્વે અપરાધના પદ (વાંક), હું નમાવું છું માટે મને ખમો હું પણ ગુણના સમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. [૫૦]આ રીતે વંદન, ખામણાં અને સ્વનિંદાઓ વડે સો ભવનું ઉપાર્જેલું કમી એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. પિન-પપહવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા. જિનવચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મનોહાર તે (અણસણ કરનાર)ને. અણશણની આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને ઓળંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. વધ્યું છે કુગ્રહ (કદાગ્રહ) રૂપી મૂલ જેનું એવા મિથ્યાત્વને મૂલથકી ઉખેડી નાંખી હે વત્સ ! પરમતત્ત્વ એવા સમ્યકત્વને સૂત્રનીતિએ વિચાર. વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર. તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉદ્યમવંત થા, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્મ સમક્ષ કર. [પ-પ૯]મોહ વડે કરીને મોટા અને શુભકર્મને વિષે શલ્ય સમાન નિયાણ શલ્યનો તું ત્યાગ કર, અને મુનીંદ્રોના સમૂહમાં નિધએલ ઈદ્રિય રૂપી મૃગેંદ્રોને તું દમ નિવણ સુખમાં અંતરાયભૂત, નરકાદિને વિષે ભયંકર પાતકારક અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કષાયો રૂપી પિશાચોને હણ. કાળ નહીં પહોંચતે અને હમણાં થોડું ચારિત્ર બાકી રહે છતે, મોહ રૂપી મહા વૈરીને વિદારવાને માટે ખડ્રગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાંભલ. સંસારના મૂળ બીજભૂત મિથ્યાત્વનો સર્વ પ્રકારે ત્યાગ કર, સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલો થઈ, નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. [0] જેમ માણસો પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણાને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલો કુધર્મ થકી સુખની ઈચ્છા કરે છે. [૬૧]તીવ્ર મિથ્યાત્વ જીવોને જે મહા દોષ કરે છે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણ સર્પ પણ કરતા નથી. [૨]મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળો સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુરૂમણિ નગરીના દત્તરાજાની પેઠે તીવ્ર દુઃખ આ લોકમાં જ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22