Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 40 ભરપરિણા-૨૭] [૧૭]સ્ત્રીની સોબતથી અલ્પ સત્વવાળા મુનિનું પણ મન નથી મીણ ઓગળી જાય તેમ ખરેખર જલદી ઓગળી જાય છે. [૧૨૮]જો સર્વ સંગનો પણ ત્યાગ કરનાર અને તપવડે પાતળા અંગવાળા હોય તો પણ કોશાના ઘરમાં વસનાર સિંહ ગુફાવાસી) મુનિની જેમ સ્ત્રીના સંગથી મુનિઓ ચલાયમાન થાય છે. " [૧૨૯શૃંગારરૂપી કલ્લોલવાળી, વિલાસરૂપી ભરતીવાળી, અને યૌવનરૂપી પાણીવાળી સ્ત્રીરૂપી નદીમાં જગતના ક્યા ક્યા પુરૂષો નથી ડુબતા ? [૧૩૦]ધીર પુરૂષો વિષયરૂપ જલવાળા, મોહરૂપી કાદવવાળા, વિલાસ અને અભિમાનરૂપી જલચરોથી ભરેલા, અને મદરૂપી મગરવાળા, યૌવનરૂપી સમુદ્રને તરી ગયા છે. [૧૩૧]કરવા કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ કરણવડ અને મન, વચન અને કાયાના યોગોવડે અત્યંતર અને બાહ્ય એવા સર્વે સંગોનો તું ત્યાગ કર. ૧૩ર-૧૩સંગના (પરિગ્રહના) હેતુથી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે, અને પરિમાણ રહિત મૂછ કરે છે. (પરિગ્રહનું પરિમાણ કરતો નથી.) પરિગ્રહ મોટા ભયનું કારણ છે, કારણ કે પુત્રે દ્રવ્ય ચોર્યે છતે શ્રાવક કુંચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. [૧૩૪સર્વ (બાહ્ય અને અત્યંતર) પરિગ્રહથી મુક્ત. શીતલ પરિણામ વાળ, અને ઉપશાંત ચિત્તવાળો પુરૂષ નિલભપણાનું (સંતોષનું જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તી પણ પામતા નથી. [૧૩પ-૧૩૭] શલ્ય રહિત મુનિનાં મહાવ્રતો, અખંડ અને અતિચાર રહિત હોય તે મુનિના પણ મહાવ્રતો, નિયાણ શલ્યવર્ડ નાશ પામે છે. તે નિયાણ શલ્ય રાગગર્ભિત, દ્વેષગર્ભિત અને મોહગર્ભિત, ત્રણ પ્રકારે થાય છે; ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મોહગર્ભિત નિયાણું સમજવું, રાગને લીધે જે નિયાણું કરવું તેં રાગગર્ભિત અને દ્વેષને લીધે જે નિયાણું કરવું તે દ્વેષગર્ભિત જાણવું. રાગ ગર્ભિત નિયાણાને અંગે ગંગદત્તનું, દ્વેષ ગર્ભિત નિયાણાને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીના જીવ) નું, અને મોહ ગર્ભિત નિયાણાને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. [૧૩૮]જે મોક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણરૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈર્ય રત્નનો નાશ કરે છે. [139] દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બોધિ બીજનો લાભ એટલી વસ્તુની પ્રાર્થના કરવી, તે સિવાય બીજું કંઈ માગવા યોગ્યનથી. ( ૧૪૦નિયાણ શલ્યનો ત્યાગ કરી, રાત્રિભોજનની નિવૃત્તિ કરી, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિવડે પાંચ-મહાવ્રતની રક્ષાને કરતો મોક્ષ સુખને સાધે છે. 141 ઈંદ્રિયોના વિષયમાં આસક્ત જીવો સુશીલ ગુણરૂપ પીછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીની જેમ સંસારસાગરમાં પડે છે. [૧૪ર-૧૪૩જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટવા છતાં તેના રસને પામતો નથી અને પોતાના) તાળવાનો રસ શોષવે છે, છતાં તેને ચાટતો તે સુખ માને છે. તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઈ પણ સુખ પામતો નથી, તોપણ તે બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22