Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ભરપરિણા- [6] કિસ્સુમાર કહને વિષે ફેંકાએલો છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડે દેવતાનું સાનિધ્ય પામ્યો. ૭િસર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષો પણ ભાષાના દોષવડે (અસત્ય ભાષણવડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે :- અછતાનું પ્રગટ કરવું જેમ આત્મા સર્વગત છે, બીજો અર્થ કહેવો, જેમ ગો શબ્દ શ્વાન. છતાને ઓળવવું જેમ આત્મા નથી. નિંદાનું કરવું, જેમ ચોર ન હોય તેને ચોર કહેવો. [98] વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. | [9] સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા યોગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલો લાગે છે. [100 જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ્કલ (ઝાડની છાલનાં વસ્ત્રો પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. [101] એક વાર પણ બોલેલું જૂઠું ઘણાં સત્ય વચનોનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન લડે વસુ રાજા નરકને વિષે પડ્યો. [102] હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખોતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. [103] વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવનો ત્યાગ કરે છે, પણ પૈસાને છોડતો નથી. [104] તેથી જીવદયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધરે તે નિષેધ્યું છે, તેમજ લોક વિરૂદ્ધ અને અધર્મ છે. [105] ચોર પરલોકમાં પણ નરક તિર્યંચને વિષે ઘણાં દુખો પામે છે; મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડાએલો થાય છે. [10] ચોરીથી નિવર્સેલો શ્રાવકનો પુત્ર જેમ સુખ પામ્યો, કાઢી નામની ડોશીને ઘેર ચોર પેઠા. તે ચોરોના પગોને વિશે ડોશીએ અંગુઠો મોર પિંછવડે ચિતર્યો તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માય. [107] નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણા દોસાથી ભરેલો જાણીને હંમેશા જીત. [108] ખરેખર જેટલા દોષો આલોક અને પરલોકને વિષે દુખના કરનારા છે, તે બધા દોષોને મનુષ્યની મૈથુનસંજ્ઞા લાવે છે. [૧૦૯-૧૧૦]રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રોષવાલા. લજ્જારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુસહ દુઃખકારક વિષવાલા કામરૂપી સર્પ વડે ડસાયેલા માણસો પરવશ થએલા દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22