Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ 42 ભરપરિણા -[13] છાણાંથી બળાયાછતાં ઉત્તમાર્થ (આરાધકપણાને પામ્યા. તે કારણથી હે ધીરપુરૂષ ! તું પણ સત્વને અવલંબીને ધીરતા ધારણ કર અને સંસારરૂપી મહા સમુદ્રનું નિર્ગુણપણે વિચાર. [14] જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળો, અનાદિ, દુષ્મ રૂપી વ્યાપદ (જળચર જીવો) વડે વ્યાપ્ત, અને જીવોને દુખનો હેતુ એવો ભવ સમુદ્ર ઘણો કષ્ટદાયી અને રૌદ્ર છે. [૧૬૫-૧૬૭]હું ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિશે લાખો ભવમાં પામવાને દુર્લભ આ સદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. એક વાર પ્રયત્નવડે પળાતા આના પ્રભાવડે, જીવો જન્માંતરને વિષે પણ દુઃખ અને ઘરિદ્રય પામતા નથી. આ ધર્મ અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વળી આ પરમ અમૃત સમાન છે. [૧૬૮]હવે (ગુરૂના ઉપદેશથી) મણિમય મંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણ, રૂપ અંજન રહિત ઉદ્યોતવાળો વિનયવંત (આરાધક) પંચ નમસ્કારના સ્મરણ સહિત પ્રાણોનો ત્યાગ કરે. [૧૯]તે (શ્રાવક) ભક્ત પરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામની વિશુદ્ધિવડે સૌધર્મ દેવલોકમાં મહર્દિક દેવતા થાય છે. [૧૭૦]ઉત્કૃષ્ટપણે ભક્તપરિજ્ઞા આરાધીને ગૃહસ્થ અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવતા થાય છે. અને જો સાધુ હોય તો ઉત્કૃષ્ટપણે મોક્ષને સુખ પામે છે અથવા તો સવર્થ સિદ્ધને વિશે જાય છે. [૧૭૧-૧૭૨)એ રીતે યોગીશ્વરજિનવીરસ્વામીએ કહેલા કલ્યાણકારી વચનો મુજબ કહેલા આ ભક્ત પરિજ્ઞા પન્નાને ધન્ય પુરૂષો ભણે છે, ભાવે છે અને સેવે છે (તેઓ શું પામે તે હવેની ગાથામાં જણાવે છે.) મનુષ્ય ક્ષેત્રને વિશે ઉત્કૃષ્ટપણે વિચરતા અને સિદ્ધાંતને વિષે કહેલ એકસો સિત્તેર તીર્થકરોની પેઠે એકસોસિત્તેર ગાથાઓની વિધિપૂર્વક આરાધના કરતો આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ભત્તપરિણા પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ ચોથો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22