Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ ગાથા - 144 [૧૪]સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઈદ્રિયોના વિષયોમાં ઘણું શોધમાં છતાં સુખ મળતું નથી. [૧૪૫]શ્રોત્ર ઈદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાનો વાણિયો, ઘાણને વશે રાજપુત્ર અને આહવા રસે સોદાસ રાજા હણાયો. [૧૪]સ્પર્શઈદ્રિયવહે દુષ્ટ સમાલિકાનો રાજા નાશ પામ્યો; એકૈક વિષયે તે જો નાશ પામ્યાં તો પાંચેઈદ્રિયોમાં આસક્ત હોય તેનું શું? ૧૪૭વિષયની અપેક્ષા કરનારો જીવ દુસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયથી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. આ ઉપર) રત્નદ્વીપની દેવીને મળેલા જિનાલિત અને જિનરક્ષિત નામના બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. [૧૪૮]રાગની અપેક્ષા રાખનારા જીવો ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિઘ્ન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનના સારને પામેલા જીવોએ રાગની અપેક્ષા વિનાના થવું. [૧૪]વિષયમાં આસક્તિ રાખતા જીવો ઘોર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયોમાં આસક્તિ વિનાના જીવો સંસારરૂપી અવીને ઓળંગી જાય છે. A [૧૫]તેથી હે ધીર પુરૂષ ! ધીરજરૂપી બળવડે દુદાંત દુઃખે દમાય તેવા) ઈદ્રિયોરૂપ સિહોને દમ; તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષનો જય કરનાર તું આરાધના પતાકાનો સ્વીકાર કર. ૧૫૧]ક્રોધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ! તું પ્રયત્ન વડે કષાયરૂપી કલેશનો નિગ્રહ કર. [૧૫]જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. [૧૩]ક્રોધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડરજ્જા. (પાંડુ આયા) અને લોભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. [154-15] આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યો માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈ ને કહે છે. હે ભગવાન! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું. આપે છે જેમ કહ્યું કે હું તેમ કરું છું. એમ વિનયથી નમેલો તે કહે છે. ' [156-159] કોઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહો તેને ઉત્પન્ન થાય. તો નિયમિક, ક્ષપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી હૃદયને ગમતું. અને સાચું વચન કહેતા શીખામણ આપે. હે સતુ પુરૂષ ! તે ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી. કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખ્ખણનો ભંગ કોણ કરે? [૧૬૦-૧૩]શિયાલણીથી અતિશય ખવાતા,ઘોર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારું જેને એવા ભગવાન સુકોસલ પણ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘણવડે ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમ અણશણ કરનાર ચાણકય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22