Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 36 ભરપરિણા - [3] [૩]સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રમાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. [૬૪]જેવો તું પદાર્થના ઉપર અનુરાગ કરે છે, પ્રેમનો અનુરાગ કરે છે અને સદ્દગુણના અનુરાગને વિષે રક્ત થાય છે. તેવો જ જિનશાસનને વિષે હમેશાં ધર્મના અનુરાગ વડે રક્ત થા. [૬૫-૬]સમ્યકત્વથી ભ્રષ્ટ તે સર્વથી ભ્રષ્ટ જાણવો પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો બધાંથી ભ્રષ્ટ થતો નથી, કેમ કે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. દર્શન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણવો, કારણ કે સમ્યકત્વથી પડેલાને મોક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સમકિતથી રહિત જીવ મોક્ષ પામતા નથી. [૭]શુદ્ધ સમક્તિ છતે અવિરતિ જીવ પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. જેમ આગામી કાળમાં કલ્યાણ થવાનું છે જેમનું એવા હરિવંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણિક વિગેરે રાજાઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તેમ.. [૬૮]નિમલ સમ્યકત્વવાળા જીવો કલ્યાણની પરંપરાને પામે છે. કેમ કે) સમ્યગુદશર્ન રૂપી રત્ન સુર અને અસુર લોકને વિષે અમૂલ્ય છે. [૬૯]ત્રણ લોકની પ્રભુતા પામીને પણ કાળે કરીને જીવ પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષય સુખવાળા મોક્ષ પામે છે. [70-72] અરિહંત સિદ્ધ, ચિત્ય, જિન પ્રતિમા) પ્રવચનસિદ્ધાંત, આચાર્ય, અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કારણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કર. એકલી જિનભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ એવા સુખોની પરંપરા થાય છે. વિદ્યા પણ ભક્તિવેને સિદ્ધ થાય છે અને ફળને આપનારી થાય છે. તો વળી શું મોક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય ? [73] તે આરાધનાઓના નાયક વિતરાગ ભગવાનની જે માણસ ભક્તિ ન કરે તે માણસ ઘણો પણ ઉદ્યમ કરતો ડાંગરને ઊખર ભૂમિમાં વાવે છે. * [૭૪]આરાધકની ભક્તિ ન કરતો છતાં પણ આરાધનાને ઈચ્છતો માણસ બી વિના ધાન્યની અને વાદળાં વિના વરસાદની ઈચ્છા કરે છે. [૫]રાજગૃહ નગરમાં મસિઆર શેઠનો જીવ જે દેડકો થયો હતો તેની જેમ, શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પતિ કરે છે. [૭૪]આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત રોક્યા વિના, વિશુદ્ધ લેશ્યાથી સંસારના ક્ષયને કરનાર નવકાને તું મુકતો નહિ. [૭૭]મરણની વખતે જે અરિહંતને એક પણ નમસ્કાર થાય તો તે સંસારનો. નાશ કરવાને સમર્થ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭િ૮)માઠાં કર્મનો કરનારો મહાવત, જેને ચોર કહીને ભૂલીએ ચઢાવેલો. તે પણ “નમો નિણાર્ણ'કહેતો શુભ ધ્યાને વર્તતો કમલપત્રના જેવી આંખવાલો યક્ષ થયો. [૭૦]ભાવ નમસ્કાર રહિત, નિરર્થક દ્રવ્યલિંગો જીવે અનંતી વાર ગ્રહણ કર્યા 1995 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22