Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ લેખન પદ્ધતિ : તુલનાત્મક દૃષ્ટિના સંસ્કારોની છાપ કેવી અને કેવા પ્રકારની છે ? તેમાં હું કેટલે અંશે સફળ થયો છું ? તેનો નિર્ણય તો વાચક દ્વારા જ થઈ શકે; પરંતુ આ ઉત્તરાધ્યયનનું સાંગોપાંગ અનુવાદન કરતી વખતે જે જે દૃષ્ટિઓ રાખવામાં આવી છે તેનું ટૂંક દૃષ્ટિબિંદુ રજૂ કરી લઉં. સમાજદૃષ્ટિ : જૈનદર્શન પોતાને વિશ્વવ્યાપી મનાવે છે અને પોકારી પોકારીને કહે છે કે મુક્તિ પ્રાપ્ત કરવાનો અધિકાર જીવમાત્રને છે, માત્ર યોગ્યતા જોઈએ; આથી જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગોને સંઘ તરીકે માને છે અને તે બધાંને મોક્ષના સમાન અધિકારો પણ આપે છે, તો આવા ઉદાર શાસનના સિદ્ધાંતોમાં કેવળ એકાંત એક પક્ષને લાગુ પડતું કથન હોઈ જ શી રીતે શકે ? તેથી ગૃહસ્થજીવનમાં પણ ત્યાગ સંભવે છે, અને તે દૃષ્ટિબિંદુને અનુલક્ષી ભગવાન મહાવીરે અણગારી અને અગારી એમ બે પ્રકારના માર્ગો સ્પષ્ટ બતાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ગૃહસ્થના ત્યાગની એક સ્થળે સ્પષ્ટ રેખા તરી આવે છે કે 'सन्ति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा' અર્થ : ‘ઘણા કુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે.' સારાંશ કે ગૃહસ્થ જીવનમાં પણ મોક્ષની અભિલાષા સેવી શકાય છે અને અલ્પાંશે ત્યાગ પણ કરી શકાય છે.સૂત્રકારે આ ઉદાર આશયને લક્ષમાં લઈ અહીં બંનેને લાગુ પડતી શૈલી સ્વીકારવામાં આવી છે. ભાષાદૃષ્ટિ : ભાષાદૃષ્ટિએ તથા આજુબાજુના સંયોગોનું નિરીક્ષણ કરી વાસ્તવિક મૌલિકતા જાળવવા ખાતર કેટલાક અર્થો નક્કી કરેલા છે. તેમાં પરંપરા કરતાં કંઈક ભિન્નતા અવશ્ય દેખાશે, પરંતુ તે ભિન્નતા ઉચિત અને સૂત્રકારના આશયને અનુસરીને થયેલી હોઈ તે બદલ વાચકવર્ગ સહિષ્ણુ થશે એમ માની લઈને જ તેટલી ભિન્નતાને સ્થાન આપેલું છે. તેનાં બે ચાર દૃષ્ટાંતો અહીં આપવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. ‘નિયવટ્ટી’ આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત ‘નીચવર્તી’ થાય છે. પરંપરા પ્રમાણે તેનો અર્થ ‘ગુરુથી નીચા આસન પર બેસનાર' એ પ્રમાણે થાય છે. આ અર્થ બહુ જ સંકુચિત છે એટલું જ નહિ પણ ચાલુ પ્રકરણમાં અસંગત છે. તે શબ્દનું રહસ્ય એકાંત નમ્રતા સૂચક છે. ‘હું કાંઈ નથી તેવી જાતની નમ્રતાયુક્ત ૧૧


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 299