Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –