Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧૩૭ સૂત્ર-૧૦૨ માથાનો ભાગ છે. તેમાં ૩૨ દાંત, સાત ગુલ પ્રમાણ જીભ, સાડા ત્રણ પલનું હૃદય, ૨૫-પલનું કલેજું છે. બે આત હોય છે, જે વામ પરિમાણની કહેવાય છે. બે આંત આ પ્રકારે સ્થૂળ અને પાતળી છે. તેમાં જે સ્થૂળ આંત છે, તેમાંથી મળ નીકળે છે, જે સૂક્ષ્મ આંત છે. તેમાંથી સૂત્ર નીકળે છે. બે પડખાં કહ્યા છે, એક ડાબુ બીજુ જમણું, તેમાં જે ડાબુ પડખું છે, તે સુખ પરિમાણવાળું છે, જે જમણું પડયું છે, તે દુઃખ પરિમાણવાળું છે. હે આયુષ્યમાત્! આ શરીરમાં ૧૬૦ સાંધા છે, ૧૦૭ મર્મસ્થાન છે. એકબીજાથી જોડાયેલા ૩૦૦ હાડકાં છે, ૯૦૦ નાયુ, ૭૦૦ શિરા, ૫૦૦ માંસપેશી, ધમની, દાઢી મૂંછના રોમ સિવાયના ૯૯ લાખ રોમકૂપ, દાઢીમૂંછ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપો હોય છે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી મસ્તિષ્ક તફ જાય છે, જેને રસહરણી કહે છે. ઉર્ધ્વગમન કરતી આ શિરા ચક્ષુ, શ્રૌત્ર, ધાણ, જિલ્લાને ક્રિયાશીલતા બક્ષે છે અને તેના ઉપઘાતથી ચક્ષુ, નેત્ર, ઘાણ, જિલ્લાની ક્રિયાશીલતા નાશ પામરે છે. હે આયુષ્યમાન! આ શરીરથી ૧૬૦ શિરા નાભિથી નીકળી નીચે પગના તળીયા સુધી પહોચે છે. તેનાથી જંઘાને ક્રિયાશીલતા પ્રાપ્ત થાય છે. આ શિરાના ઉપઘાતથી મસ્તકપીડા, આધાશીશી, મસ્તકશૂળ, આંખનો અંધાપો આવે છે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી તીર્દી હાથના તળીયા સુધી પહોંચે છે તેનાથી બાહુને ક્રિયાશીલતા મળે છે અને તેના ઉપઘાતથી પડખામાં વેદના, પૃષ્ઠ વેદના, કુક્ષિપીડા અને કુક્ષિ શૂળ થાય છે. હે આયુષ્યમાન્ ! ૧૬૦ શિરા નાભિથી નીચે તરફ જઈ ગુદાને મળે છે અને નિરૂપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે અને ઉપઘાતથી મળમૂત્ર-વાયુનો નિરોધ થતાં મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પાંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાન્ ! કફ ધારક ૨૫-શિરા, પિત્તધાસ્ક ૨૫-શિરા, વીર્યધારક, ૧૦-શિરા હોય છે, પુરુષને કૂલ ૭૦૦ શિરા અને રુમીને ૬૭૦ શિરા તથા નપુંસકને ૬૮૦ શિરા હોય છે. હે આયુષ્યમાન્ ! આ માનવશરીરમાં લોહીનું વજન એક આઢક, વરસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરિસનું એક પ્રસ્થ, પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે, તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા છે, સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે, પુરુષને નવ સ્રોત હોય છે, સ્ત્રીને ૧૧-સોત હોય છે. પુરુષને ૫૦૦ પેશી, સ્ત્રીને ૪૭૦ પેશી, નપુંસકને ૪૮૦ પેશી હોય છે. • વિવેચન-૧૦૨ : હે આયુષ્યમાન્ ! જો કે આ શરીર ઈચ્છાવિષયપણાથી ઈષ્ટ, કમનીયપણાથી તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કાંત, પ્રેમ નિબંધનત્વથી પ્રિય, મનથી જણાય તે મનોજ્ઞ, મન વડે જવાય તે મનામ, મનોભિગમ, સ્વૈર્ય, વિશ્વાસ સ્થાન, સંમત, ઘણા કાર્યોમાં અનલ્પતાથી બહુમત, અનુમત, આભરણના ભાજન તુલ્યથી આદેય, રત્ન કરેંડક સમાન સુસંગોપિત, વસ્ત્રમંજૂષા સમાન, નિરૂપદ્રવ સ્થાને નિવેશિત, - X - ભાંગવાના ભયથી તૈલ ગોલિકા સમાન સુસંગોપિત - ૪ - તેલ ભાજનની જેમ સુસંગોપનીય છે અન્યથા ઢળી જવાથી તૈલની હાનિ થાય. આ શરીરને ઉષ્ણાદિ બધું ન સ્પર્શે, એમ કરીને પાલિત છે. તેમાં ઉષ્ણત્વ-ગ્રીષ્માદિમાં, શીતકાળમાં શીતત્વ, વ્યાલ-શ્વાપદ, મ્રુત્-ભુખ, પિપાસા-તૃષા, X ચોર-નિશાયર ઈત્યાદિ · x - x • ૧૩૮ આ શરીર સૂર્યોદયવત્ અધુવ છે. પ્રતિનિયતકાલે અવશ્ય ભાવિ ન હોવાથી અનિયત-સુરૂપાદિ કે કુરૂપાદિ દર્શનથી છે. અશાશ્વત - ક્ષણે ક્ષણે વિનશ્વર છે. ઈષ્ટાહાર ઉપભોગપણાથી ધૃતિ-ઉપખંભાદિમાં ઔદાકિ વર્ગણા પરમાણુ ઉપચયથી ચયના અભાવે અપચય, તે અચાપચય યુક્ત - પુષ્ટિ, ગલન સ્વાભાવયુક્ત છે. જેનો વિનશ્વર સ્વભાવ છે તે વિનાશ ધર્મ. પછી વિવક્ષિત કાળથી પછી અને પહેલાં અર્થાત્ સર્વદા. અવશ્ય ત્યાજ્ય. આ શરીરથી કે શરીરમાં અનુક્રમથી અઢાર પૃષ્ઠિવંશની સંધિ - ગ્રંથિરૂપ હોય છે. જેમકે વાંસના પર્વો. તે અઢાર સંધિમાં બાર સંધિથી બાર પાંશુલિકા નીકળીને ઉભય પાર્શ્વને આવરીને વક્ષઃસ્થલ મધ્યે ઉર્ધ્વવર્તિ અસ્થિ લાગીને પલ્લકાકારપણે પરિણમે છે. તેથી કહે છે – શરીરમાં બાર પાંશુલિકારૂપ કરંક હોય છે. તે જ વૃષ્ઠિ વંશમાં બાકી છ સંધિથી છ પાંશુલિકા નીકળીને બે પડખાંને આવરીને હૃદયને ઉભયથી વજ્રપંજરથી નીચે શિથિલ કૃક્ષિથી ઉપર પરસ્પર સંમિલિત થઈ રહે છે. તેને કટાહ કહે છે. બે વેંતની કુક્ષિ હોય ઈત્યાદિ સૂત્રાર્થવત્. તેમાં જિહ્વા - મુખની અત્યંતરવર્તી માંાખંડરૂપ, લંબાઈમાં આત્માંગુલથી સાત અંગુલ હોય છે. હૃદય અંતર્વર્તી માંાખંડ ૩|| પલ હોય છે. - ૪ - ૪ - બાકી સૂત્રાર્થવત્. [માત્ર શબ્દાર્થ અહીં નોંધેલ છે – સંધિ - અંગુલિ આદિ અસ્થિખંડ મેલાપક સ્થાન. અસ્થિ નામ - હાડકાની માળા, સ્નાયુ - અસ્થિબંધ શિરા. ધમની - રસવાહી નાડી. રોī - તનુરુહ કૂપ અર્થાત્ રોમરંધ્ર. - હવે પૂર્વોક્ત ૭૦૦ શિરા કઈ રીતે થાય છે, તે કહે છે સમગ્ર વૃત્તિ સૂત્રાર્થવત્ છે. વિશેષ આ પ્રમાણે – શિ। - સ્નસા, સહરણી, નિરુપાત - અનુગ્રહ, ૩ષાત - વિઘાત, પળત - પ્રાપ્ત, ઉપધાત - વિકાર પ્રાપ્ત, શીર્ષવના - મસ્તકપીડા. ક્ષિળી - લોચન. નિરુપયત - નિરૂપદ્રવ, પયાત - ઉપદ્રવ, નિરુપદ્માત - ઉપદ્રવનો અભાવ. મૂત્ર પુરીષવાત કર્મ - પ્રસવણકર્મ, વિષ્ઠાકર્મ, વાયુકર્મ. અર્શ-હરસ, ગુદાંકુર. સુભ્યન્તિ - ક્ષોભને પામે છે, પરમ પીડાકર લોહીને છોડે છે. સિમધાીિ - શ્લેષ્મધારિણી - x - શેષ વૃત્તિકયન સૂત્રાર્થવત્ જાણવું. - x હવે શરીરમાં રુધિરાદિનું પ્રમાણ કહે છે – હે આયુષ્યમાન્ ! આ પ્રાણીનું રુધિર

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42