Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ સૂત્ર-૧૯ માન-માયા-લોભને વિફળ કરવા. તે કષાય પ્રતિસંલીનતા છે. તે યોગ પ્રતિસંલીનતા શું છે ? ત્રણ ભેટે છે – (૧) મન, (ર) વચન (૩) કાયાના યોગની પ્રતિસંલીનતા તે મનોયોગપતિસંલીનતા શું છે ? અકુશલ મનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા. (૨) વચન યોગ પ્રતિસંલીનતા શું છે ? અકુશલ વચનનો નિરોધ અને કુશલ વચન ઉદીરણા. તે કાયયોગ પ્રતિ સંલીનતા શું છે ? જે સુસમાહિત હાથ-પગ-ધૂમવત્ ગુપ્તેન્દ્રિય, સર્વ ગાત્ર પ્રતિસંલીન કરીને રહેવું તે. તે વિવિક્ત શયન-આસન સેવના શું છે ? જે આરામ, ઉધાન, દેવકુળ, સભા, પપ્પા, પ્રણિતગૃહ, પ્રણિતશાળામાં સ્ત્રી, પશુ, નપુંસક સંસક્ત રહિત વસતિમાં પ્રાસુક અને એષણીય પીઠ-ફલક-શમ્ય-સંસ્તારક સ્વીકારીને વિચરવું તે. - ૪ - આ બાહ્ય તપ કહ્યો. • વિવેચન-૧૯ (અધુરેથી) : ૧૨૩ શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ, પ્રચાર-પ્રવૃત્તિનો નિરોધ-નિષેધ. થ્રોપ્રેન્દ્રિય ગોચર પ્રાપ્ત અર્થો-કાનમાં પ્રવેશતા શબ્દોનો. આરામ-પુષ્પધાનવન, ઉધાન-પુષ્પ, ફળયુક્ત મહાવૃક્ષ સમુદાય, સભા-લોકોને બેસવાનું સ્થાન, પ્રપા-પાણીની પરબ, પણિયગિહ-માંડ-વાસણ રાખવાના સ્થાન, પણિયસાલા-ઘણાં ગ્રાહક-દાયક જનોચિત ગૃહ વિશેષમાં, જ્યાં પગ પસારી સુવાય તેવી શય્યા. • સૂત્ર-૨૦ (અધુરુ) તે અત્યંતર તપ શું છે? છ ભેટે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સ - તે પ્રાયશ્ચિત્ત શું છે? દશ ભેદે છે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સર્ગ યોગ્ય, તપ સોગ્ય, છંદ યોગ્ય, મૂલ યોગ્ય, અનવસ્થાહ, પારંચિત યોગ્ય. તે વિનય શું છે ? સાત ભેદે છે – જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય... તે જ્ઞાન વિનય શું છે ? પાંચ ભેદે છે - આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ જ્ઞાન વિના. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે – સુશ્રૂષણા અને અનલ્યાશતના વિનય. તે સુશ્રુષણા વિનય શું છે ? અનેકવિધ – અભ્યુત્થાન, આસનાભિગ્રહ, આસન પ્રદાન, સત્કાર, સન્માન, કૃતિકર્મ, અંજલિ પગ્રહ, આવનારની સામે જવું – ઉભેલાની પર્યાપારાના કરવી, જનારને પહોંચાડવા જવું. • વિવેચન-૨૦ (અધુરુ) : પ્રાયશ્ચિત્ત-અતિચાર વિશુદ્ધિ, તે વંદનાદિ વિનય વડે થાય, તેથી વિનય-કર્મ દૂર કરવાના હેતુથી પ્રવૃત્તિ. વિનયીને જ વૈયાવચ્ચ હોય, તેથી વૈયાવચ્ચ-ભોજનાદિ વડે ઉપકાર કરવો. વૈયાવચ્ચના અંતરાલમાં સ્વાધ્યાય કરવો. તેથી—સ્વાધ્યાય મર્યાદાથી શોભન પાઠ. તેમાં ધ્યાન થાય છે, તેથી ધ્યાન. શુભધ્યાનથી જ હોય તો ત્યાગ થાય. ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ તેથી વ્યુત્સર્ગ કહ્યો. આલોયણાર્ટ-ગુરુ પાસે નિવેદનથી જે વિશુદ્ધિ યોગ્ય હોય તે - ભિક્ષાચર્યાદિ અતિચારથી થયેલ, તેના વિષયત્વથી આલોચના લક્ષણ વિશુદ્ધિ પણ આલોચનાર્હ કહેવાય. તે જ તપોરૂપત્વથી છે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ - પડિક્કમણાર્ટ ૧૨૪ તે મિથ્યાદુષ્કૃત. તદુભયાહ-આલોચના, પ્રતિક્રમણ સ્વભાવ. વિવેકાé-અશુદ્ધ ભોજનાદિ વિવેચન. વ્યુત્સર્ગાર્હ-કાયોત્સર્ગ. તપાર્ટ-નિવિંગઈ આદિ તપ. છેદા-પાંચ પાંચ દિવસના ક્રમે પર્યાય છેદવો. મૂલાર્જ-ફરી વ્રતમાં સ્થાપવા. અનવસ્થાપ્યાહ-તપ વિશેષ ન આયરે ત્યાં સુધી વ્રતમાં ન સ્થાપવા. પારંચિતાહ-તપો વિશેષથી જ અતિચારને પાર પહોંચાડવા. - - આસનાભિગ્રહ-જ્યાં જ્યાં [વડીલ] બેસવા ઈચ્છે ત્યાં ત્યાં આસન લઈ જવું. આસનપ્રદાન-માત્ર આસન આપવું. --- • સૂત્ર-૨૦ (અધુરેથી) : તે અનંત્યાશાતના વિનય શું છે? ૪૫ ભેદે છે - અરહંતની આશાતના ન કરવી, અરહત પ્રાપ્ત ધર્મની આશાતના ન કરવી. એ રીતે આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ, સંઘ, ક્રિયાવાનું, સાંભોગિકની તથા આભિનિબોધિક શ્રુત-અવધિ-મન:પર્યંત-કેવળ જ્ઞાનની આશાતના ન કરવી. આ પંદરની ભક્તિબહુમાન અને આ પંદરની પ્રશસ્તિ-ગુણકીર્તન, એમ ૪૫-ભેદો છે. તે આ અત્યાશાતના વિનય, તે ચાસ્ત્રિ વિનય શું છે ? પાંચ ભેદે છે – સામાયિક ચાસ્ત્રિવિનય, એ રીતે છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-થાખ્યાત સાસ્ત્રિવિનય. આ ચાસ્ત્રિ વિનય કહ્યો. તે મનવિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપશસ્ત મન વિનય. તે અપશસ્ત મન વિનય શું છે ? જે મન સાવધ, સક્રિય, સકર્કશ, કટુક, નિષ્ઠુર, પરુષ, આશ્રવર, છેદકર, ભેદકર, પરિતાપનકર, ઉદ્રવણકર, ભૂતોપઘાતિક-તેવા પ્રકારનું મન ન કરે - ન વિચારે. કેમકે તેવું મન એ અપશસ્ત મનોવિનય છે. તે પ્રશતમનોવિનય શું છે? [અપ્રશસ્તથી વિપરીત તે પ્રશસ્ત મનો વિનય જાણવો. એ પ્રમાણે જ વાન વિનય જાણવો. • વિવેચન-૨૦ (અધુરેથી) િિરયાળ - ક્રિયાવાદીની, સંમોય - એક સામાચારીવાળા. - - મનોવિનયમાં વિશેષથી કહે છે - મન - અસંયતોનું ચિત્ત, સાવજ-ગર્તિત કર્મ વડે હિંસાદિથી પ્રવર્તે તે સાવધ. તેને સર્કિરિય એટલે કાયિકી આદિ ક્રિયા યુક્ત. સક્કસ-કર્કશ ભાવયુક્ત, કડુય-બીજાને કે પોતાના માટે અનિષ્ટ, નિષ્ઠુર-માર્દવતારહિત, પરુષસ્નેહરહિત, આશ્રવકર-અશુભ કર્મનો આશ્રવ કરનારું, કઈ રીતે - છેદકર એટલે હાય વગેરે છંદનકારી, ભેયક-નાક આદિ ભેદનકારી, પરિતાપનક-પ્રાણીને ઉપતાપ હેતુ, ઉદ્દવણકર-મારણાંતિક વેદનાકારી કે ધનહરણાદિ ઉપદ્રવકારી, ભૂતોપઘાતિક 1

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79