Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ સૂત્ર-૩૪ ૧૬૩ કલહ-રાટિ, ઝઘડો. અભ્યાખ્યાન-અસત્ દોષનું આરોપણ, વૈશુન્ય-પ્રચ્છન્ન સદ્દોષને પ્રગટ કરવો, પરપરિવાદ-વિપ્રકીર્ણ બીજાના ગુણ દોષને કહેવા તે. અરતિરતિ-અતિ મોહનીયના ઉદયથી ચિત્ત ઉદ્વેગનું ફળ, રતિ-વિષયોમાં મોહનીયથી ચિત્તની અભિરતિ. માયામૃષા-ત્રીજો કષાય અને બીજા આશ્રવનો સંયોગ. આના દ્વારા બધાં સંયોગો જણાવ્યા અથવા વેષાંતર અને ભાષાંતર કરણથી જે બીજાને છેતરવા તે માયામૃષાવાદ. મિથ્યાદર્શન શલ્યની માફક વિવિધ વ્યથા આપનાર છે માટે શલ્ય. • સૂત્ર-૩૪ (અધુરેથી) : પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ વ્યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક છે. સર્વે અસ્તિભાવ છે, તેમ કહેવાય છે, સર્વે નાસ્તિભાવ નથી તેમ કહેવાય છે. સુચિર્ણ કર્મો સુચિર્ણ ફળવાળા થાય છે, દુશ્વિણ કર્મો દુધ્ધિફળવાળા થાય છે. જીવ પુણ્ય-પાપનો સ્પર્શ કરે છે - બંધ કરે છે, જીવ ઉત્પન્ન થાય છે. પુન્ય-પાપ ફળ દેનાર છે. - [બીજી રીતે ધર્મ કહે છે આ નિષિ પ્રવચન સત્ય, અનુત્તર, કેવલ, સંશુદ્ધ, પ્રતિપૂર્ણ, નૈયાયિક, શકર્તન, સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, નિર્વાણમાર્ગ, નિયણિમાર્ગ, વિતથ-અવિસંધિ, સર્વ દુઃખ પક્ષીમાર્ગ, આમાં સ્થિત જીવો સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત અને સર્વે દુઃખોના અંતકર થાય છે. • વિવેચન-૩૪ (અધુરેથી) : પ્રાણાતિપાત વિરમણ ઈત્યાદિમાં તેની વિધમાનતાનું અભિધાન “અપ્રમાદથી સર્વથા કરવાનું અશક્ય હોવાથી તેનો અસંભવ છે, “આ મતના નિષેધાર્થે છે. કેટલુંક કહેવું ? શક્ત્તિ એ ક્રિયાયુક્ત ભાવ તે અસ્તિભાવ, નાસ્તિ એ વિવક્ષાનિબંધનભૂત ભાવ નાસ્તિભાવ છે. સુચરિત તપ વગેરે કર્મો-ક્રિયા. સુચરિત-સુચરિતહેતુપણાથી પુન્યકર્મબંધાદિ, તે જ ફળ જેનું છે તે અર્થાત્ શુભફળ. - x + X - સફ પુળવાવ - સારી કે નઠારી ક્રિયા વડે જીવ શુભાશુભ કર્મ બાંધે છે. તેથી જીવો પચાયંતિ-ઉત્પન્ન થાય છે. “ભસ્મીભૂત અને શાંતનું પુનઃ આગમન ક્યાંથી ?' આ નાસ્તિવયન સત્ય નથી. પછી ઉત્પત્તિ થતાં સપાને ગાળવાવ - સૌભાગ્ય કે દુર્ભાગ્યના નિબંધનપણાથી ફળવત્ શુભાશુભ કર્મ છે. ભગવત્ બીજી રીતે ધર્મ કહે છે - - આ-પ્રત્યક્ષ, મૈગ્રન્થ પ્રવચન-જિનશાસન, સત્ય-જીવોને હિતકારી, અનુત્તતેનાથી પ્રધાનતર બીજું કંઈ નથી, કેવલ-અદ્વિતીય, કેવલિ-સર્વજ્ઞભાષિત, અનંતઅનંતાર્થવિષયત્વથી, પડિપુણ્ય-અગ્રન્થત્વાદિથી પ્રવચનગુણથી પ્રતિપૂર્ણ. કપ આદિ વડે શુદ્ધ સુવર્ણવત્ નિર્દોષ ગુણપૂર્ણત્વથી સંશુદ્ધ. નૈયાયિક-પ્રમાણ અબાધિત. શલ્લકત્તણ-માયાદિ શલ્યકર્તન ભાવશલ્ય વ્યવસ્જીદ, સિદ્ધિમાર્ગ-નિષ્ઠિતાર્થત્વ ઉપાય, મુક્તિમાર્ગ-સર્વ કર્મ વિયોગનો હેતુ અથવા મુક્તિ-નિર્લોભતા માર્ગ જેને પ્રાપ્ત છે તે. નિજ્જાણમગ્ધ-અનાવૃતિક ગમનનો હેતુ, નિર્વાણમાર્ગ-સકલ સંતાપ રહિતપણાનો ૧૬૪ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ માર્ગ. વિતથ-સદ્ભૂત અર્થ, અવિસંધિ-અવિરુદ્ધ પૂર્વાપરઘટ્ટન. સર્વ દુઃખના ક્ષયનો માર્ગ અથવા જેમાં બધાં દુઃખોહીન થાય છે, તે માર્ગ-શુદ્ધિ. તેથી જ આમાં રહેલ જીવો સિાંતિ - વિશેષથી સિદ્ધિ ગમનયોગ્ય થાય છે અથવા અણિમાદિ મહાસિદ્ધિ પ્રાપ્ત કરનાર થાય છે. વુ ંતિ - કેવળજ્ઞાન પ્રાપ્તિ વડે. મુષ્યંત્તિ - ભવોપગ્રાહિક કર્માંશના ચાલ્યા જવાથી. પત્તિનિવ્વાયંતિ - કર્મકૃત્ સકલસંતાપના વિરહથી. શું કહેવા માંગે છે ? તે કહે છે – સર્વે દુઃખોનો અંત કરે છે. સૂત્ર-૩૪ (અધુરેથી) : એકા”િ એવા ભદંત પૂર્વ કર્મો બાકી રહેતા કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં મહકિ યાવત્ મહાસૌમ્ય, દૂરગતિક, ચિરસ્થિતિક [દેવલોકમાં જાય છે.] તે ત્યાં મહદ્ધિક વત્ ચિરસ્થિતિક દેવ થાય છે. તે હાર વડે શોભતા વક્ષસ્થળવાળો યાવત્ પ્રભાસિત કરતા, કલ્પોપગ, ગતિકલ્યાણા, આગમેજિભદ્ર યાવત્ પ્રતિરૂપ થાય છે. [ભગવન] આગળ કહે છે - એ પ્રમાણે... જીવ ચાર સ્થાને નૈરયિકપણાનું કર્મ બાંધે છે, કર્મ બાંધીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. તે આ - મહારંભતા, મહાપરિંગ્રહતા. પંચેન્દ્રિય વધ અને માંસાહાર વડે. આ આલાવા વડે તિર્યંચયોનિકમાં માયા પૂર્વકની નિકૃતિ, અલિકવચન, ઉત્કચના, પંચનાથી ઉત્પન્ન થાય. મનુષ્યમાં પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિ વિનિતતા, સાનુક્રોશતા અને અમાત્સર્યથી ઉત્પન્ન થાય છે. દેવમાં સરાગ સંયમ, સંયમાાંયમ, અકામ નિર્જરા અને બાળતપોકર્મથી ઉત્પન્ન થાય છે તે કહે છે . - • સૂત્ર-૩૫ થી ૩૯ : [૩૫] જે નરકમાં જાય છે, તે ત્યાં નૈરયિકો જેવી વેદના પામે છે. તિર્યંચયોનિકમાં શારીરિક-માનસિક દુઃખ પામે છે. • [૩૬] મનુષ્ય જીવન અનિત્ય છે. વ્યાધિ-જરા-મરણ-વેદના પ્રચુર છે. દેવલોકમાં દેવઋદ્ધિ અને દેવસખ્ય પામે છે. - [૩૭] • ભગવંતે નક, તિર્યંચયોનિ, માનુભાવ, દેવલોક તથા સિદ્ધ, સિદ્ધાવસ્થા અને છ જીવનિકાયને કહેલ છે . [૩૮] • જે રીતે જીવ બંધાય છે, મૂકાય છે, અને પકિલેશ પામે છે. કેટલાંક અપતિબદ્ધ જીવો જે રીતે દુ:ખોનો અંત કરે છે - [૩૯] - પીડા અને આકુળતાપૂર્ણ ચિત્તવાળા જીવ દુઃખ સાગરને પામે છે, જે રીતે વૈરાગ્ય પામેલ જીવ કમદળનો ધ્વંસ કરે છે. • વિવેચન-૩૪ થી ૩૯ઃ ચાર્વા - જેમાં એક જ મનુષ્યભાવ બાકી હોય તે. કોઈ ભદંત-કલ્યાણી કે ભક્તા-નૈર્ગન્થપ્રવચનને સેવનાર, પૂર્વકર્મ શેષ બાકી રહેતા કોઈ દેવોના મધ્યે મહર્ષિક- અહીં ચાવત્ કરણથી આમ જાણવું - મહાધુતિક, મહાબલી, મહાયશા, મહાનુભાગ, રંગતિક-અચ્યુત સુધીના દેવલોકગતિમાં. વિાવવા. ચાવત્ શબ્દથી કટક, ત્રુટિતથી સ્તંભિત ભૂજાવાળા, અંગદ કુંડલ સૃષ્ટગŚયલ કર્ણપીઠધારી વિચિત્ર હસ્તાભરણવાળા, દિવ્ય એવા સંઘયણ સંસ્થાન ઋદ્ધિ ધુતિ પ્રભા છાયા અર્પી

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79