Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ સૂ-૪૪ ૧૫ ૧૩૬ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ તેના વડે ગૃહીત પાદપતનાદિ વિચિત્ર શિક્ષાથી જનચિત્ત આપ દાથી ભિક્ષા માટે ભમે છે. નોબ - જેને ગોવત છે, તે ગાય ગામથી નીકળતા નીકળે છે, ચરે ત્યારે ખાય છે, પીએ ત્યારે પીએ છે, ગાય આવે ત્યારે આવે છે, સુએ ત્યારે સુવે છે. કહ્યું છે કે- ગાયની જેમ જ નિગમ-પ્રવેશ-શયનઆસન કરે છે, ગાયની જેમ ખાય છે અને તિર્યક્રવાસ ધારણ કરે છે. ગૃહીધર્મી-ગૃહસ્થ ધર્મ જ કલ્યાણકારી છે, એમ માનીને દેવ, અતિથિને દાનાદિ રૂ૫ ગૃહસ્થધમને અનુસરે છે. ધર્મચિંતક-ધર્મશાસ્ત્રપાઠક અર્થાત્ સભાસદ. અવિરદ્ધ-વૈનાયિક, કહ્યું છે - દેવ આદિને પરમ ભક્તિથી વિનય કરનાર તે અવિરુદ્ધ, જે રીતે વૈશ્યાયનસુત, આ પ્રમાણે બીજા પણ જાણવા. વિરુદ્ધ-અક્રિયાવાદી, કેટલાક આત્માને ન સ્વીકારીને બાહ્યાંતર વિરુદ્ધત્વથી. વૃદ્ધ-તાપસ, વૃદ્ધ કાળમાં જ દીક્ષાનો સ્વીકાર કરે છે માટે. આદિનાથના કાળમાં ઉત્પન્નત્વથી સર્વે લિંગ-વેશવાળા કે સાધમાં આધપણાથી વૃદ્ધ. શ્રાવક-ધર્મશાસ્ત્રના શ્રવણથી. બ્રાહ્મણ-વૃદ્ધશ્રાવક. આ બધાં જેની આદિમાં છે તે. નવનીત-માખણ, સર્ષિ-ધી, ફાણિય-ગોળ. તેમાં માત્ર સરસવના તેલનો આહાર નિષેધ નથી. બાકીનીનું વર્જન કરે છે. • સૂત્ર-૪૪ (અધુરેથી) : તે જે આ ગંગાકૂલકા વાનપ્રસ્થ તાપસો હોય છે. તે આ પ્રમાણે - હોતૃક, પોદ્રક, કોડૂક, યાજ્ઞિક, શ્રદ્ધકી, લાલકી, હંબઉa-કુંડી ધારણ કરનાર, દતકલિક-લોજી, ઉન્મજજક, સંમાર્જક, નિમજક, સંપાલા, દક્ષિણમૂલક, ઉત્તસ્કૂલક, શંખધમક, કૂલામક, મૃગ લુબ્ધક, હસ્તિતાપસ, ઉદંડક, દિશાપોણી, વકવાસી, અંબુવાસી, બિલવાસી, જલવાસી, વેલવાસી, વૃક્ષમૂલિક, બુભll, વાયુભક્ષી સેવાલભક્ષી, મૂલાહારી, કંદહારી, વસાહારી, માહારી, પુuiાહારી, બીજીહારી, પરિસંડિત કંદ-મૂલ-ત્વચા-પ-પુણા-ફળાહારી, જલાભિષેક કઠિનગAભૂત, પંચાનિતપ વડે આતાપના લેનાર, અંગારામાં પકાવેલ, ભાડમાં ભુજેલ, પોતાના દેહને અંગારામાં પાકી હોય તેવી કરતા, ઘણાં વર્ષો તાપસ પયરય પાળે છે, પાળીને કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી જ્યોતિષ દેવોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. પલ્યોપમ અને લાખ વર્ષ અધિકની સ્થિતિ હોય છે. આરાધક થાય? ના, તે અર્થ સમર્થ નથી. • વિવેચન-૪૪ (ચાલુ) : ifiાવના - ગંગાકૂલ આશ્રિતા, વાનપત્ય-વનમાં પ્રસ્થાન ગમન કે અવસ્થાન તે વાનપ્રસ્થ, તે જેમાં હોય છે તેવી અવસ્થા, બ્રહ્મચર્ય-ગૃહસ્થ-વાનપ્રસ્થ અને ગતિ એ ચારમાં ત્રીજા આશ્રમ વર્તઓ. હોતૃક-અગ્નિ હોગિક, પોતૃક-વાધારી, કોડૂકભૂમિ એ સનારા, યાજ્ઞિક-યજ્ઞ કરનાર, સઈ-શ્રાદ્ધિક, થાલઈ-ભાંડ લઈ કરનારા, હુંબઉ-કુંડિકાધારી શ્રમણ, દેતુબલિય-કૂળભોજી, ઉમક-ઉમvજન માત્રથી જે હાય છે, સંમwગ-ઉન્મજ્જનની જેમ અસક્કરણથી જે ન્હાય છે, નિમજક-નાના માટે નિમગ્ન જ જે ક્ષણવાર રહે છે. સંપખાલ-માટી આદિને ઘસવા પૂર્વક જે શરીરને પ્રક્ષાલે છે. દક્ષિણમૂલક-જે ગંગાના દક્ષિણતટે જ વસે છે . ઉત્તરકૂલગ-ઉક્તથી વિપરીત, સંખધમગ-શંખ વગાડીને જે જમે છે, જયાં અન્ય કોઈપણ આવતા નથી. કુલધમગ-જે તટે રહીને શબ્દ કરીને ખાય છે. મૃગલબ્ધક-પ્રસિદ્ધ છે. હસ્તિતાપસજે હાથીને મારીને તેના વડે જ ઘણો કાળ ભોજનથી જીવન વીતાવે છે - - ઉર્ફેડગ-દંડ ઉંચો કરીને જે સંચરે છે. દિશાપોક્ષિણ-જળ વડે દિશાને પ્રોક્ષીને જે ફળ પુષ્પાદિ એકઠા કરે છે. વાકવાસિ-વલ્કલના વોવાળા, ચેલવાસીવપ્રવાસી. પાઠાંતરથી વેલવાસી-સમુદ્ર વેળાની નીકટ વસે છે. જલવાસી. જે જળમાં ડૂબીને જ રહે છે. બાકી પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - “જલાભિસેયકઢિણગાયા' જે નાન કર્યા વિના ખાતા નથી, અથવા સ્નાન કરીને પાંડુરીભૂત ગામવાળા રહે છે. પાઠાંતરી જલાભિષેક કઠિન ગામને પ્રાપ્તા જે છે તે. ઇમાલસોલિય-અંગાર વડે જે પકાવેલ, કંડુસોલિય-કંદુમાં પકાવેલ એવું, લાખ વર્ષ અધિક પલ્યોપમ. • સૂગ-૪૪ થી ૪૮ : [x-અધુરેણી છે જે આ ગામ ચાવત સંનિવેશોમાં દીક્ષા લઈને શ્રમણો થાય છે. જેમકે – કંદર્ષિક, કૌકુત્યિક, મૌખસ્કિ, ગીતરતિપિય, નનિશીલ, તેઓ આ વિારથી વિચરતા ઘણાં વર્ષો શામણયાયય પાળે છે, પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે કાળ કરીને, ઉતકૃષ્ટથી સૌધર્મકામાં કંદર્પક દેવોમાં દેવપણે ઉન્મ થાય છે. ત્યાં જ તેમની ગતિક્ષિતિ-ઉપપાત હોય છે. વિશેષ એ કે ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ હોય છે. તે જે આ ગામ યાવતુ સંનિવેશમાં પરિવાજકો હોય છે. જેમકે – સાંખ્ય, યોગી, કપિલ, ભાગવ, હસ, પરમહંસ બહૂદક, કુટીચર, કૃણ પરિશ્તાજકો હોય છે. તેમાં આ આઠ બ્રાહ્મણ પરિવ્રાજક કહ્યા છે - [] કૃષ્ણ, કરંડક, આંબડ, પરાસર, કર્ણ, હીપાયન, દેવગુપ્ત અને નારદ. - - - [૪૬] તેમાં નિશે આ આઠ ક્ષત્રિય પરિવ્રાજક્કો હોય છે [૪૭] તે આ – શીતળી, શશિધર, નનક, ભનક, વિદેહ, રાજરાજ, રાજારામ, બલ. [૪૮] તે પરિવ્રાજકો વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઈતિહાસ, છટકુ-નિgટ તે છ ને સંગોપાંગ, સરહસ્ય ચારે વેદના માસ્ક, પાગ, ઘર, વાટક, ઘડુ અંગવિદ, ષષ્ઠિતંત્ર વિશારદ, સંખ્યાન, શિક્ષIકહ્યું, વ્યાકરણ, છંદ, નિરકત, જ્યોતિષ શાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિનિષ્ઠિત હોય છે. તે પરિવારજકો દાનધર્મ, શૌચધર્મ, તિથભિષેકને આખ્યાન કરતા, પ્રજ્ઞાપના કરતા, પ્રરૂપણા કરતા વિચરે છે. તેમના મતે જે કોઈ અશુચી થાય છે, તે જળ અને માટી વડે પ્રક્ષાલિત કરતા શુચિ-પવિત્ર થાય છે. એ પ્રમાણે અમે ચોકખાચોકના આચારવાળા, શુચિ-શુચિ સમાચારવાળા થઈને અભિષેકજળ દ્વારા અમને

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79