Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ સૂત્ર-૫૬ થી ૭૭ પ્રાસાદ-બગીચા-વિલાસીની સાથે ભોગ સુખ આદિ અનેક વસ્તુથી તેને ઉપકૃત્ કર્યો. પછી વર્ષાઋતુ આવતા તે મ્લેચ્છ પાછો અરણ્યમાં ગયો. અરણ્યવાસીઓએ તેને નગર કેવું હતું ? તે પૂછ્યું તે મ્લેચ્છ નગરના સુખને જાણતો હતો, તો પણ તે વર્ણવી શક્યો નહીં. કેમકે અરણ્યમાં તેવી કોઈ ઉપમા ન હતી કે, તેના દ્વારા મ્લેચ્છ પોતે અનુભવેલા સુખને વર્ણવી શકે. દૃષ્ટાંતનો ઉપનય કરતા કહે છે કે – સિદ્ધોને અનુપમ સુખ વર્તે છે, પરંતુ ઉપમાના અભાવે તે વર્ણવી શકાતું નથી. - x + X + ‘ન' ગાહા - તેમાં સર્વકામ ગુણિત - સંજાત સમસ્ત કમનીય ગુણ. બાકી વ્યક્ત છે. આ રસનેન્દ્રિયને આશ્રીને ઈષ્ટવિષયથી પ્રાપ્ત ઔક્ય નિવૃત્તિથી સુખપ્રદર્શન સર્વઈન્દ્રિય વિષયોમાં આમ જ જાણવું. અન્યથા બાધાંતર સંભવથી સુખાર્થનો અભાવ જાણવો. ૨૦૩ ‘વ' ગાયા - શાશ્વતભાવથી સર્વકાળ તૃપ્ત, અતુલ નિર્વાણને સિદ્ધો પામે છે. અહીં શાશ્વત-સર્વકાળ ભાવિ, અવ્યાબાધ-વ્યાબાધા વર્જિત સુખ પ્રાપ્ત-સુખી થઈને રહે છે. અહીં દુઃખનો અભાવ માત્ર જ મુક્તિસુખ છે, તે મતનો નિરાસ કરી વાસ્તવ્ય સુખ પ્રતિપાદનાર્થે ‘સુખી' શબ્દ પ્રયોગ છે. તેથી કહે છે અશેષ દોષના ક્ષયથી શાશ્વત-અવ્યાબાધ સુખને પ્રાપ્ત હોવાથી સુખી થઈને રહે છે. - હવે વસ્તુતઃ સિદ્ધ પર્યાય શબ્દના પ્રતિપાદનાર્થે કહે છે – સિદ્ધ - તેમના કૃતકૃત્યત્વથી કહ્યા. બુદ્ધ-કેવળજ્ઞાનથી વિશ્વને બોધ કરવાથી. પારંગત-ભવસમુદ્રના પારગમનથી. પરંપરગત-પુન્યબીજ સમ્યકત્વ જ્ઞાન ચાસ્ત્રિ ક્રમ પ્રાપ્તિ ઉપાય યુક્તત્વથી પરંપરા વડે ગયેલ તે પરંપરગત કહેવાય છે. સર્વકર્મરહિતપણાથી ઉન્મુક્ત કર્મ કવચવાળા. વયના અભાવે 'પ્રજ્ઞા' આયુષ્યના અભાવે અમર. સકલ ક્લેશના અભાવે અ. નિચ્છિળ ગાથા, વ્યક્તાર્થ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ ઔપપાતિક સૂત્રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ભાગ-૧૬-માપ્ત ૨૦૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79