Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 15
________________ શેઠશ્રી અમીચંદજીને આવેલું સ્વપ્ન શેઠશ્રી અમીચંદજીને પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલ મહારાજ ઉપર ઘણી આસ્થા, તેથી ઝવેરી બજારમાં જવા પહેલાં ભૂલેશ્વર લાલબાગમાં બિરાજમાન ગુરુદેવને હંમેશાં દર્શન વંદન કરી, કામધંધે લાગવાનો નિયમ હતો. પોતાનાં ધર્મપત્નીની ભાવનાને મૂર્તસ્વરૂપ આપવા વાલકેશ્વરમાં અત્યારની જે જગ્યા છે ? તે જ જગ્યા, જિનમંદિર માટે શેઠશ્રી અને સ્વજનોએ પસંદ કરી. યથાસમયે મેઘનાદ મંડપથી ઓળખાતું એક મજલાવાળું શિખરબંધી, ભવ્ય જિનમંદિર પોતાના ખર્ચે તૈયાર કરાવ્યું પણ મૂલનાયક તરીકે પ્રાચીન પ્રતિમાજી ક્યાંથી લાવવાં? તેની શેઠ-શેઠાણી ચિંતા કરતાં હતાં, ત્યાં એક મંગલ રાતે શેઠશ્રી અમીચંદજીને શાસનદેવે સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં અત્યારે જે મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે તેમનાં જ દર્શન કરાવ્યાં અને સાથે જણાવ્યું કે આ ભગવાન ખંભાતના એક જિનમંદિરના ભોંયરામાં છે. તમે ખંભાત જાવ અને એ જ ભગવાનને તમારા બંધાવેલા દેરાસરમાં બિરાજમાન કરો.” સ્વપ્નની સફળતા અને પ્રતિષ્ઠા આવું સુંદર સ્વપ્ન આવવાથી શેઠશ્રીના હર્ષની સીમા રહી નહીં. શેઠાણી પણ રાજી થયાં. ? શેઠે પૂજ્ય મોહનલાલજી મહારાજને રવની વાત કરી અને પ્રતિષ્ઠાનાં મુહૂર્ત બાબતમાં પૂછ્યું. ગુરુદેવે કહ્યું કે, “સબ અચ્છા હો જાયેગા.” ગુરુદેવના આશીર્વાદ લઈ શેઠ બજારમાં છે ગયા, ત્યાં એકાએક ગુરૂદેવે તેડું મોકલ્યું. શેઠ ગુરુદેવ પાસે આવ્યા. પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી છું આજે જ ખંભાત જાવ અને ત્યાંના સંઘપતિ જે મૂર્તિઓ આપે તે લઈને મુંબઈ તરફ પ્રયાણ કરી. શેઠને ગુરુદેવ ઉપર અનન્ય શ્રદ્ધા એટલે તેઓ ખંભાત ગયા અને સુશ્રાદ્ધ સંઘપતિ નગરશેઠ પોપટભાઈને મળ્યા. તેમની સાથે રહીને બે ચાર દેરાસરમાં દર્શન કરતાં કરતાં એક દેરાસરના ભોંયરામાં જે મૂર્તિ સ્વપ્નમાં જોઈ હતી તે જ મૂર્તિ જોઈ. શેઠ ખૂબ જ પ્રસન્ન ? થયા. નગરશેઠ પાસે માગણી કરી. આ પ્રતિમા આપવાનું નગરશેઠશ્રીને મન ન હતું પણ શેઠ { શ્રી અમીચંદભાઈએ લાભાલાભનાં કારણે સમજાવ્યાં એટલે છેવટે સંમત થયા અને તુરત જ તે ? પ્રતિમાજીને મુંબઈ લાવવામાં આવ્યા. શાસનદેવે આપેલું સ્વપ્ન સફળ થયું અને વિ. સં. ૧૯૬ન્ના માગસર સુદિ છઠના દિવસે પૂ. ગુરુદેવ શ્રી મોહનલાલજી મહારાજની પુણ્ય નિશ્રામાં શેઠશ્રી અમીચંદજી બાબુએ, તેમનાં ધર્મપત્ની શેઠાણી શ્રી કુંવરબાઈ તથા તેમના કુટુંબીજનો સાથે રહીને ઘણા ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભવ્ય મહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરી. પહેલા મજલે મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી અમીચંદજી બાબુના સુપુત્રી શ્રી દોલતચંદજી તથા શ્રી સીતાપચંદજીએ કુટુંબ સાથે રહીને કરી છે. આ મંદિર ભારત સરકારના પર્યટન ખાતાએ મુંબઈમાં જોવાલાયક સ્થળોમાં દાખલ કરેલ હોવાથી દર વરસે હજારો પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 679