Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 13
________________ જ્ઞાનભક્તિની અનુમોદના પ્રસ્તુત પંચમ અંગ શ્રી વિયાપણુત્તિસુત્ત–શ્રી ભગવતીસૂત્રમાં મુખ્યતયા પરમ તારક ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી વીરવદ્ધમાનસ્વામીને તેમના પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા અનેકાનેક હકીકતોને આવરી લેતા પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તરો છે. સાથે સાથે શ્રી અગ્નિભૂતિ આદિ અન્ય ગણધર ભગવંતોના તથા પુરુષાદાનીય પ્રકટપ્રભાવી ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીની પરંપરામાં થયેલા (પાર્થાપત્યય) કેટલાક શ્રમણ ભગવંતોના તેમજ કેટલાક અન્યયુથિક ત્યાગી મહાત્માઓ અને પરિવ્રાજકોના પ્રશ્નોના ભગવાન શ્રી વીરવદ્ધમાનસ્વામીએ આપેલા ઉત્તરો પણ પ્રસ્તુત ભગવતીસૂત્રમાં છે. આ દષ્ટિએ સમગ્ર વિશ્વ અને વિશેષ કરીને શ્રી સંઘને માટે આ આગમગ્રંથ બહુમાનનીય છે. આવા ઉપકારક ગ્રંથના આ બીજા ભાગના અને પ્રકાશિત થઈ રહેલા ત્રીજા ભાગના પ્રકાશન ખર્ચ માટે, પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી “શેઠ અમીચંદ પનાલાલ આદીશ્વર ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ” (મુંબઈ) તરફથી રૂ. ૬૫,૮૩૦/- અંકે પાંસઠ હજાર આઠસો ત્રીસ રૂપીયા મળેલ છે. આ સહાય બદલ અમે, સૂચિત ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુજી શ્રી સિતાપચંદજી આદિ મહાનુભાવોની જ્ઞાનભકિતની અનુમોદના કરીને તેમનો અંત:કરણથી આભાર માનીએ છીએ. રતિલાલ ચીમનલાલ કોઠારી સેવતીલાલ કેશવલાલ શાહ જગજીવન પોપટલાલ શાહ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 679