Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિ પત્ર શ્રમણ સંઘના મહાન આચાર્ય આગમ વારિધિસર્વતન્ન સ્વતંત્ર જૈનાચાર્ય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રને ગુજરાતી અનુવાદ.
મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મુલચંદ વ્યાસ (નાર મારવાડેજાઢ) દ્વારા મળેલી પંડિત રત્ન શ્રી ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમંજૂષા ટીકાનું અવલોકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દનો અર્થ સારી રીતે વિશેષભાવ લઈને સમજાવવામાં આવેલ છે.
તેથી વિદ્વાને અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવાની છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારે ઉલ્લેખ કરેલ છે. જે આધુનિકમતાવલંબી અહિંસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે “અહિંસા શું વસ્તુ છે તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવકનથી વૃત્તિકારની અતિશય ગ્યતા સિદ્ધ થાય છે.
આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સંસ્કૃત છાયા હવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુબેધદાયક બનેલ છે.
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવેલેકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું. અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિ રત્નનું દેવું એ સમાજનું અહોભાગ્ય છે. આવા વિદ્વાન મુનિરત્નના કારણે સુપ્તપ્રાય–સુતેલે સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બન્નેને ફરીથી ઉદય થશે. અમો વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ.
ઈઈ
"
શુકલ 5
વિક્રમ સંવત ૧૯૦ ફાલ્ગન શુકલ
તેરસ મંગળવાર (અલવર સ્ટેટ)
ઉવજઝાય જણ સુણ આયારામ પંચનઈઓ
શ્રી આચારાંગ સૂત્ર : ૨