Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 766
________________ આદ્ય મુરબ્બીશ્રી ભાણવડ નિવાસી શેઠ હરખચંદ કાલીદાસ વાવીયાનું જીવનચરિત્ર આ સંસ્થાને રૂ. ૬૦૦૦) છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ. શ્રીમાન હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડનિવાસીનું ટુંક જીવનચરિત્ર અત્રે આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીને ફેટે આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તેઓ આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન બાદ તેમના સુપુત્રો આગળ પણ ફેટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂરા પિતાજીના પગલે ચાલી ફેટ આપવામાં નારાજી બતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકને ઘણું મળી રહેશે. જન્મસ્થાન–ઘડેચી (ઓખામંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫ પિતાનું નામ–વારીયા કાલીદાસ મેઘજીભાઈ માતાનું નામ–કેસરબાઈ અભ્યાસ–ભાણવડ અને રિબંદરમાં રહી ફક્ત ગુજરાતી જરૂરત પૂરતું ભણ્યા પરદેશગમન—માત્ર બાર વર્ષની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (બી. સેમાલીલેન્ડ) જીબુટી (ફેન્ચ સોમાલીલેન્ડ) એડન અને ઇથીઓપીઆ તરફ પણ અનુભવ મેળવ્યો. પ્રથમ ભાગીદારી–બુલહારમાં શ્રી. કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા. લગ્ન––સંવત ૧૯૬૭ માં તેમનાં લગ્ન બાજુના ગામ ગુંદા મુકામે ખૂબ જ પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર લેવાન સુંદરજીના સુપુત્રી મણીબેન સાથે થયાં. પરિવાર—અત્યારે તેમના પાંચ પુત્ર શ્રી લાલચંદભાઈ, જયચંદ્રભાઈ, નગિન દાસભાઈ, વૃજલાલભાઈ અને વલ્લભદાસભાઈ એ પાંચે ભાઈઓ તેઓશ્રીને બહેબે વ્યવહાર અને વ્યાપાર બરાબર સુગ્ય રીતે સંભાળી રહ્યા છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775