Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૨૮ આઇ મુરબ્બીશ્રી કેકારી હરગોવીંદભાઈ જે ચંદને
ટુંકે પરિચય
પુ. શ્રી ૧૦૦૮ ઘાસીલાલજી મહારાજ રાજકોટ પધારતાં પ્રાતઃસ્મરણીય સ્તવનાવલી રાજકોટના રહીશ શુદ્ધ શ્રાવક વૃતધારી જેચંદ અજરામર કેઠા રીના સુપુત્ર હરગોવિંદ કાકા તરફથી ૨૦૦૩ માં છપાવવામાં આવી અને તે હિંદભરમાં જાહેર મૂકી તેને ઉપયોગ હાલ સર્વ જૈન જૈનેતર કરી રહેલ છે. કાકા રાજકોટમાં જ નહિ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, દિલ્હી સુધી એક અજોડ ઉત્સાહી પુરૂષ છે. એમને પ્રજા અને રાજા ઉપર ઘણો જ સારે પ્રભાવ છે. વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટેટ એજન્સી અને ગુજરાત સ્ટેટસ મહીકાંઠા, સાબરકાંઠા બનાસકાંઠામાં રેસીડેન્સીમાં પણ કાકા પ્રત્યે ઘણો જ સારો ભાવ છે. તેઓને ધર્મ પ્રત્યે ઘણું જ સારી ધગશ હાઈ અંગત ખર્ચે પિતાના ઘર આંગણે ધર્મ ધ્યાન માટે પૌષધશાળા બંધાવી છે તેમજ આજી નદીને કિનારે વિશાળ વ્યાખ્યાન ભવન હોલ બે માળને પાંચ હજાર માણસો વ્યાખ્યાન સાંભળી શકે તે બંધાવેલ છે. ઉદાર દિલના સખી માણસ છે. કેઈ પણ ગરીબ ગુન્હાહીત માણસ દાદ માગવા આવે તે તરત જ બનતા ઉપાયે તેમને મદદ આપવા
વીસ કલાક તૈયાર રહે છે. કાકાનું કુટુંબ પણ ઘણુંજ ધમષ્ઠ છે. તેમનાં ધર્મપત્નિ શ્રીમતી અખંડ સૌભાગ્યવતી રૂક્ષ્મણીબેન વહેવારદક્ષ પ્રેમાળુ અને પૂર્ણ ધર્માત્મા છે. સાધુ, સાધ્વી પ્રત્યે તથા દરેક કુટુંબ સજજન સ્નેહી અને સ્વધમીઓ મહેમાને સાથે ઘણો જ સારે ઉચિત વહેવાર રાખવામાં પૂર્ણ નિષ્પન્ન છે. નિત્ય પોતાની ધર્મ પરાયણતા પ્રત્યે જ વફાદાર રહે છે.
પૂ૦ ઘાસીલાલજી મહારાજ આદી થાણા ૭ (સમરમુનિ, કનૈયાલાલ મુનિ દેવમુનિ, તપસ્વી માંગીલાલ, મદનલાલજી) મેવાડથી દામનગરના રહીસ દામોદરભાઈના આગ્રહથી પાલનપુર નહીં રેકાતાં તેમણે વિહાર શરૂ કર્યો, અને મેરબી મુકામે તપસ્વી મદનલાલજી અને માંગીલાલજીની ૭૧ ઉપવાસની તપશ્ચર્યા ચાતમાસમાં થયેલી જે પ્રસંગે રાજકેટથી હરગોવિંદકાકા કુટુંબ સહિત કળ અષ્ટમીને દીવસે દર્શનાર્થે આવ્યા અને રાજકેટ પધારવાની વિનંતી કરી. અને નવેમ્બર ૧૯૪૬ માં ઘાસીલાલજી મહારાજ રાજકેટ પધાર્યા. કાકાના વ્યાખ્યાન ભુવનમાં બરાજ્યા. બંને તપસ્વીજીએ માસખમણની તપશ્ચર્યા કરી. સ્થાનિક રાજકેટ સકલ સંઘે ઘણોજ ભક્તિભાવ બતાવ્યું. અને સ્વાગઢ ખેડાના રહીશ જવારલાલજી ઉ ચાંદમલજી ભંડારીની ૨૦૦૨ તા. ૨૭–૧૪૭ના રોજ દીક્ષા વસંતપંચમીને
શ્રી આચારાંગ સૂત્ર : ૨