Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 772
________________ દિવસે હોવાથી સંઘમાં વધારે ઉત્સાહ આનંદ આવ્યું. મહાસુદિ એકમથી પાંચમ સુધી ૬ વરઘોડાઓ જુદે જુદે ઠેકાણેથી ચડ્યા. મહા સુદી ૪ ના દિવસે કાકાને ઘેરથી દીક્ષા ઉત્સવને વરઘોડે રાજકોટ ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી અને કુ. શ્રી બનેસિંહજીની સંપૂર્ણ મદદથી રાજેશ્રીના ઠાઠને પણ વટાવી જાય તે રીતે સરકારી અને સ્ટેટ બેન્ડ પોલીસ ઘેડેસ્વાર ગાડીડા મટરે તથા હજારે જૈન જૈનેતર માનવમેદની સાથે આખા શહેર સદરના રસ્તા પર ફર્યો હતે. પાંચમના દિવસે તપગચ્છના ચાંદીના રથમાં દીક્ષાથીને બેસાડી ૪ ચાર બેલ જોડેલ રથને કાકા પોતે સારથી બની હાંકતા હતા. બંને દીવસે સેના રૂપાનાં ફુલ તથા પૈસા દિક્ષીત ઉડાવી રહેલ હતા. ઠેકાણે ઠેકાણે પોલીસે ગઠવવામાં આવી હતી. આ સરઘસ શહેર સદરમાં ફરી જુબીલી બાગમાં આવ્યું અને દસ હજાર માણસની હાજરીમાં પૂ. શ્રી ઘાસીલાલજીની જેનશ્રાય નીચે દીક્ષા આપવામાં આવી તે પ્રસંગે શાંતિ જળવાયેલી. આ પ્રસંગે બંને દીવસોએ ફોટાઓ તથા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કમિટિના ફટાઓ લેવામાં આવ્યા. અને ૩૦–૧–૪૭ના દીવસે શાસ્ત્રોદ્ધારની મિટીંગ મળી જેમાં કાકા તરફથી સૂત્રને માટે રૂપીઆ પાંચ હજારની ભેટ મળી તે ઉપરાંત પ્રસંગોપાત સૂત્ર માટે જુદી ભેટ રેકડી રકમની આપવામાં આવી છે. તેમજ જીવદયાના પ્રખર હિમાયતી પૂ૦ ૧૦૦૮ જેઠમલજી મ૦ ની નેશ્રાય નીચે તન મન ધનથી જીવદયાનું કાર્ય કરે છે અને જીવદયાનું પત્ર પોતાને ખર્ચો છપાવી પ્રસિદ્ધ કરી હિંદભરમાં તેમજ યુરોપ અમેરીકા આફ્રીકામાં મેકલે છે હાલ પોતે સેવાભાવી કાર્યની પ્રવૃત્તિ કાયમ કર્યા કરે છે. રાજકોટની ફલેર મીલના ઓનરરી પ્રમુખ ઃ જૈન બોડીંગના ઓનરરી કાર્યકર્તા તથા જીવદયા મંડળના મંત્રી અને S. P. C. A. ના મંત્રી, રાજકેટ શહેરી મંડળના સેક્રેટરી તરીકે ઓનરરી સેવા કરી દરેકને પિતાની સેવાને સાથ આપવામાં તન મન ધનથી કેઈની પણ સેવા કરવામાં કાયમ તત્પર રહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775