Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 767
________________ ભાગીદારી–લગ્ન પછી સં. ૧૯૬૮ માં પાછા પરદેશગમન થયું. શરૂમાં વસનજી નથુભાઈ કા. ના નામથી પેઢી ચાલતી હતી તેમાં તેઓ ભાગમાં ભળ્યા. તેમાં શ્રી વારીયા નથુભાઈ મેઘજી, શ્રી વારીયા નથુભાઈ મુળજી, શ્રી વારીયા હરખચંદ કાલીદાસ, ફેફરીયા દેવજી જીવાભાઈ તથા શા. વસનજી હીરજીભાઈ એમ પાંચ ભાગીદાર હતા. તે પેઢી સંવત ૧૯૭૨ માં જુદી થઈ અને શ્રી વસનજી હીરજી કે જે સ્વબળે આગળ વધ્યા હતા તેમણે પોતાની પેઢી શા. વસનજી હીરજીના નામથી જુદી કરી અને શા. નથુભાઈ મુળજીના નામથી પેઢી ખોલવામાં વારીયા નથુભાઈ મુળજી જેટલે જ હિસ્સો હરખચંદભાઈને હતે. ઉપરની પેઢી––ઉપરોકત નામથી એટલે કે શા. નથુભાઈ મુળજીના નામથી જે પેઢી શરૂ થઈ તેના પ્રાણસમાં શ્રીયુત હરખચંદભાઈ તેમના જીવનના અંત સુધી રહ્યા હતા. અત્યારે પણ તે નામને શ્રી નથુભાઈ મુળજી તેમજ શ્રી હરખચંદ કાલીદાસના વારસો ઝળહળાવી રહ્યા છે. દૂર દૂરના દેશાવરમાં એકધારું લગભગ ૪૫ વર્ષ થયાં કામકાજ ચાલે છે. તેના સંચાલનની દેર શ્રી હરખચંદભાઈને હાથમાં અંત સુધી રહી હતી અને તેઓશ્રીના અવસાન પછી પણ તેમના દેરેલા ચીલા ઉપર પેઢીને વ્યવહાર સરળ રીતે અત્યારે પણ ચાલે છે. અત્યારના સુકાનીઓએ પોતાના પૂર્વજ શ્રી નથુભાઈ તથા શ્રી હરખચંદભાઈને અંકિત કરેલ માગે પોતાની સફર ચાલુ રાખી છે અને તે સદાયે અવિચળ રહે તેવું આશિર્વચન કેઈ પણ હિન્દી ઉચાર્યા વિના રહી શકે નહીં તેવી તેની ઉત્તમ છાપ ત્યાં પડી છે અને તે નર્યું સત્ય જ છે. હિન્દની શાન–વર્ષો થયાં એકધારું “બીઝનેસ ” ચાલતું હોવા છતાં એક શાહ સોદાગરની જેમ નથુભાઈ મુળજીની પેઢી ઉત્તરોત્તર ફુલતી ફાલતી રહી છે વ્યાપારી આંટ અને ઈજજતને એ નાદર નમુને આજે પણ એ જ ધીર ગંભીરપણે પિતાનું કાર્ય ધપાવ્યે જાય છે. એકધારી લગભગ અડધી સદી થયાં ચાલતી આ પેઢીને રજ માત્ર ડાઘ લાગ્યું નથી તે તે સૌ કોઈ જાણે છે અને શાહ નથુભાઈ મુળજીની પુરાણી પેઢી માટે આજે પ્રત્યેક હિન્દી અભિમાન લઈ શકે છે. તેમાં શ્રી નથુભાઈ વારીયાનું ધર્મપ્રધાનપણું અને શ્રી. હરખચંદભાઈનું દુરંદેશીપણું, કાર્યપ્રણાલીની ઉત્તમતા અને એકનિષ્ટા મુખ્ય ગણુય. શ્રી આચારાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775