Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२७
તથા અનેક અનુભવી મહાનુભાવોએ પોતાની પસંદગીની મહોર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવર્સીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ. એ. પોતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યુ છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સ ંમેલન તથા કોન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પ ંડિતની અને નાણાંની-પેાતાની પાસેના ફંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઇચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કેાન્સ પેાતાની ફરજ માને છે અને જે કાઇ ત્રુટી હાય તે પં. ર. શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઈ, ખતાવીને સુધારવા પ્રયત્ન કરવા. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઈ પણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે,
( સ્થા. જૈન પત્ર તા. ૪૫–૫૬ )
સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જૈન સિદ્ધાંત નાતત્રીશ્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
શ્રી સ્થાનકવાસી શાસ્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. ધાસીલાલજી મહા રાજને સૌરાષ્ટ્રમાં ખેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રો તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલા ત્યારે શેઠ શ્રી દામેાદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલું કે——
66
આપણા સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સ`પ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને ક્રાઇ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંખી તપાસને અંતે મેં મુનિ શ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે.’’
શેઠ શ્રી દામેાદરદાસભાઇ પાતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકો તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨