________________
શ્રુતસ્કંધ-૧, ભૂમિકા
30
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
(૬) ક્ષત્રિય પુરુષ + બ્રહ્મ સ્ત્રી = સૂત (9) શુદ્ર પુરુષ + ક્ષત્રિય સ્ત્રી = ક્ષતા (૮) વૈશ્ય પુરુષ + બ્રહ્મ સ્ત્રી = વૈદેહ (૯) શુદ્ર પુરુષ + બ્રાહ્મ સ્વી = ચાંડાલ- આ પ્રમાણે નવ વાિરો જાણવા. હવે વણારના સંયોગથી કોની ઉત્પત્તિ થઈ તે કહે છે– [નિ.૨૬,૨] આ બંને ગાયાઓનો અર્થ નીચેના કોષ્ટકથી જાણવો(૧) ઉમ્રપુરપ + ક્ષતા સ્ત્રી = શ્વપાક (૨) વિદેહ પુરષ + ક્ષતા સ્ત્રી = વૈષ્ણવ (3) નિષાદ પુરુષ + અંબષ્ટી અથવા શુદ્ધ સ્ત્રી = બુક્કસ (૪) શુદ્ર પુરુષ + નિષાદ સ્ત્રી = કુફફરક અહીં સ્થાપનાબ્રહ્મનું કથન પૂર્ણ થયું. હવે દ્રવ્ય બ્રહ્મ બતાવે છે.
[નિ.૨૮] જ્ઞ શરીર (બ્રાહ્મણનું મૃત શરીર), ભવ્ય શરીર (બ્રાહ્મણ થનાર બાળક) તથ્યતિરિક્ત દ્રવ્ય બ્રહ્મ એટલે (૧) મિથ્યા જ્ઞાનવાળા શાક્ય-પરિવ્રાજક આદિ સંન્યાસીની બત્તિનિરોધ કિયા (બોધ વિનાનું બ્રહ્મચર્ય).
(૨) વિધવા અને દેશાંતર ગયેલ પતિવાળી સ્ત્રીઓનું કુળ વ્યવસ્થાને માટે કરાયેલ કે અનુમિત સ્વરૂપનું બ્રહ્મચર્ય.
ભાવ બ્રહ્મ એટલે સાધુઓનો બસ્તિનિરોધ અર્થાત્ અઢાર ભેદે જે સંયમ (બ્રહાચર્ય પાલન) છે અને સત્તર પ્રકારે જે સંયમ, તેને ઘણે અંશે મળતું આવે છે છેજેમાં અઢાર પ્રકારે સંયમ એટલે (૧) દેવ સંબંધી, (૨) ઔદારિક સંબંધી એવા બંને કામરતિ સુખનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરવો છે. આ રીતે દેવ, મનુષ્ય અને તિર્યય એ ત્રણે સાથે સર્વથા અબ્રહ્મનો ત્યાગ.
- હવે ચરણના નિક્ષેપણ કહે છે–
[નિ.૨૯] ચરણના નામ આદિ છ નિપા છે. જેમાં વ્યતિરિક્ત દ્રવ્ય ચરણના ત્રણ ભેદો છે – ગતિ, ભક્ષણ અને ગુણ. તેમાં ગતિચરણ તે ગમન જાણવું, લાડુ વગેરે ખાવા તે આહાર (ભક્ષણ) ચરણ છે અને ગુણચરણના બે ભેદ છે – (૧) લૌકિક ગુણ ચરણદ્રવ્યને માટે હાથી વગેરેને કેળવવા અથવા વૈદક આદિનું શિક્ષણ. (૨) લોકોતર ગુણ ચરણ એટલે સાધુઓ ઉપયોગ વિના કે માયાવૃત્તિથી ચાસ્ત્રિ પાળે છે. જેમ ઉદાયી રાજાને મારવા માટે વિનયરન એ ચાત્રિ પાળ્યું છે.
ક્ષેત્ર ચરણ - જે ક્ષેત્રે વિહાર, આહાર કરે કે જ્યાં વ્યાખ્યાન કરે છે, તેમજ શાલિ ક્ષેત્ર આદિમાં જવું તે ક્ષેત્રચરણ છે.
કાળ ચરણ - જે કાળે વિહાર, આહાર, વ્યાખ્યાન કરે છે.
[નિ.૩૦] ભાવ ચરણ-પણ ત્રણ પ્રકારે છે – (૧) ગતિ, (૨) આહાર, (3) ગુણ. તેમાં સાધુ ઉપયોગ પૂર્વક યુગમાબ દૈષ્ટિ રાખીને ચાલે તે ગતિભાવ ચરણ. શુદ્ધ (દોષરહિત) આહાર વાપરે તે ભક્ષણ ભાવ ચરણ. ગુણચરણ બે પ્રકારે છે – (૧) અપ્રશસ્ત ગુણ ભાવચરણ એટલે મિથ્યાદૃષ્ટિઓનો આચાર અને સમ્યગુ દૃષ્ટિઓ દ્વારા નિયાણાપૂર્વકનું આચારપાલન, (૨) પ્રશસ્ત ગુણ ભાવચરણ - એટલે કેવળ
આઠ કમને છેદવાને માટે મૂળગુણ અને ઉત્તરગુણના સમૂહયુક્ત જે ચાસ્ત્રિ પાળે છે.
અહીં આ પ્રશતગુણ ભાવચરણનો જ અધિકાર છે, તેથી આ સૂત્રના મૂળ અને ઉત્તર ગણોના પ્રતિપાદક નવે અધ્યયનોનું પરિશીલન કર્મનિર્જરાયેં કહ્યું.
હવે નવ અધ્યયોના અનુકૂળ અર્થવાળા નામોને જણાવે છે
[નિ.૩૧,૩૨] ૧-શસ્ત્ર પરિજ્ઞા, લોકવિજય, ૩-શીતોષ્ણીય, ૪-સભ્યત્વ, પ-લોકસાર, ૬-ધુત, ૭-મહાપરિજ્ઞા, ૮-વિમોક્ષ, ૯-ઉપધાન શ્રત. આ પ્રમાણે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયન સ્વરૂપ “આચાર” સૂત્ર છે, બાકી જે બીજા શ્રુતસ્કંધના અધ્યયન છે તે “આસારાણ” કહેવાય છે. (જે ‘આચાર'ના સહાયક છે.)
ઉપક્રમમાં રહેલ અર્થ અધિકાર બે પ્રકારે છે. (૧) અધ્યયન અધિકાર અને (૨) ઉદ્દેશ અર્વાધિકાર. તેમાં અધ્યયન અધિકાને જણાવે છે
[નિ.33,૩૪] હવે શા પરિજ્ઞા આદિ નવ અધ્યયનનો અધિકાર કહે છે.
(૧) શા પરિજ્ઞાનો અધિકાર - “જીવ સંયમ” એટલે જીવોને દુ:ખ ન દેવું, તેમની હિંસા ન કરવી. આ વાત જીવોનું અસ્તિત્વ સમજાય પછી જ શક્ય બને. તેથી આ અધ્યયનમાં “જીવોનું અસ્તિતત્વ” અને “પાપથી વિરતિ"નું પ્રતિપાદન કર્યું છે.
" (૨) લોકવિજય અધ્યયનમાં - લોક અથતુ જીવ, જે પ્રકારે આઠ કર્મોને બાંધે છે અને આઠ કર્મોથી મુક્ત થાય છે; આ સર્વ કથન મોહને જીતીને સંયમમાં રહેલ સાધુ સારી રીતે જાણે તેનો અધિકાર કહેલ છે.
(3) શીતોષ્ણીય નામક બીજા અધ્યયનમાં - સંયમમાં રહેલ સાધુએ કષાયોને જીતીને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો આવે ત્યારે સુખ અને દુ:ખમાં મધ્યસ્થ ભાવ રાખીને આ પરીષહોને સહન કરવા.
(૪) સમ્યકત્વ નામક ચોથું અધ્યયન - પહેલા ત્રણે અધ્યયનના વિષયના જ્ઞાત સાધુએ - તાપસ આદિના કષ્ટ અને તપના સેવનથી તેઓને આઠ ગુણવાળું ઐશ્વર્ય (અષ્ટસિદ્ધિ) પ્રાપ્ત થાય - તેને જોઈને પણ ખલના ન પામતા દેઢ સમકિતી.
રહેવું.
(૫) લોકસાર નામક પાંચમું અધ્યયન - પહેલા ચાર અધ્યયનના અર્થમાં સ્થિત સાધુ સાંસારિક અસાર ત્રાદ્ધિનો ત્યાગ કરીને લોકમાં સારરૂપ એવા દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિરૂપ ત્રણ રત્નો માટે સદા ઉધમવંત રહે.
(૬) અધ્યયન છઠું - “ધુત" - પૂર્વે કહેલા ગુણવાળા સાધુ સંગરહિત અને પ્રતિબદ્ધતા અર્થાત્ આસક્તિ રહિત થાય.
() અધ્યયન સાતમું - “મહાપરિજ્ઞા” - સંયમાદિ ગુણયુક્ત સાધુને કદાચિત્ મોહ ઉત્પન્ન કરનારા પરિષહ કે ઉપસર્ગ થાય તો સમ્યક્ પ્રકારે સહન કરે.
(૮) અધ્યયન આઠમું - “વિમોક્ષ” . આમાં નિર્માણ અર્થાત્ અંતક્રિયા છે તે સર્વગુણયુક્ત સાધુ સારી રીતે કરવી.
(૯) અધ્યયન નવ • “ઉપધાન શ્રુત” - પૂવોંકત આઠ અધ્યયનમાં કહેલ