________________
શ્રુતસ્કંધ-૧, ભૂમિકા
૨૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
બાહુ આદિ શરીરના અંગો લેવા. ભાવઅંગ આ આચાર સૂત્ર જ છે.
૦ આચર્સ - એટલે આસેવન. તે નામાદિ છ ભેદે છે. તેમાં તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યાપીણમાં સિંહ આદિનું ઘાસ ખાવાનું છોડીને માંસનું ભક્ષણ છે. ક્ષેત્રાચીણનું દટાંત છે - વાલ્ફિક દેશમાં સાચવો ખાય છે; કોંકણમાં પેયા ખાય છે. કાલાચીણ આ પ્રમાણે છે - ઉનાળામાં રસવાળો ચંદનનો લેપ લગાવે છે, ગંધ કાપાયિકી લગાવે છે. પાટલ, સિરીશ, મલ્લિકા ફૂલો સારા લાગે છે. ભાવાચીણ તો જ્ઞાનાદિ પંચાયાર જ છે. તેનો પ્રતિપાદક આચાર ગ્રંથ છે.
o આજાતિ - જેમાંથી સંપૂર્ણ જન્મ પામે તે ‘આજાતિ'. તેના પણ ચાર નિક્ષેપા છે. તેમાં તદ્રવ્યવ્યતિરિક્ત દ્રવ્યાજાતિમાં મનુષ્ય વગેરેની જાતિ લેવી અને ભાવજાતિમાં જ્ઞાનાદિ આચારને જન્મ આપનાર આ જ ગ્રંથ છે.
0 આમોક્ષ - જેમાં સર્વથા મુકાય તે આમોક્ષણને આમોક્ષ કહે છે, આમોક્ષના નામ આદિ ચાર નિક્ષેપ છે. બેડીમાંથી પગ છૂટો કરવો તેને તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યામોક્ષ કહે છે. ભાવ આમોક્ષ તે આઠકમને જળમૂળમાંથી કાઢનાર આ “આચાર” શાસ્ત્ર છે.
અહીં બતાવેલ આચાર આદિ દશ શબ્દો કિંચિત્ વિશેષતા બતાવનારા પણ એકાર્યક જ છે. કેમકે ઇન્દ્રના પર્યાયવાચી શબ્દો શક, પુરંદર વગેરે છે. તેમજ એક અર્થને કહેનારા છંદ, ચિતિ, બંધ, અનુલોમી વગેરે પ્રતિપત્તિના અર્થને જણાવે છે. કહ્યું છે કે - બંધ, અનુલોમતા, લાઘવ, અસંમોહ, સદ્ગુણ, દીપન એ શાસ્ત્રમાં નિશ્ચયપૂર્વક કાર્યના ગુણો છે. (જુદા જુદા દેશના શિષ્યોને આ પર્યાયોથી સમજવું સરળ બને છે.)
(આવશ્યક મૂર્ણિમાં આ દશે શબ્દોની વ્યાખ્યા કિંચિત ભિન્ન છે, તવ્યતિરિક્તના દષ્ટાંતો પણ ભિન્ન છે. તેમજ થોડો અર્થ વિસ્તાર પણ છે. જે ખરેખર જાણવા જેવો છે.)
હવે પ્રવર્તના દ્વાર કહે છે. ભગવંતે ક્યારે ફરીથી “આચાર” શાસ્ત્ર કહ્યું તે જણાવે છે
[નિ.૮] સર્વે તીર્થકરો તીર્થ પ્રવતવિ ત્યારે સર્વ પ્રથમ “આચાર" સૂત્રનો અર્થ કહે છે. આ પ્રમાણે પૂર્વે પણ હતું, આ જે પણ છે અને ભાવિમાં પણ થશે. ત્યાર પછી જ બીજા અગિયાર અંગોનો અર્થ કહે છે. ગણધરો પણ આ જ પરિપાટી-કમથી
આચાર” આદિ સૂણોને સૂગરૂપે ગુંચે છે. (સૂત્ર રચના કરે છે.) હવે તેના પ્રથમપણાનો હેતુ કહે છે
[નિ.૯] આ “આચાર” શાસ્ત્ર બાર અંગોમાં પહેલું કાંગસૂત્ર છે, તેનું કારણ કહે છે - અહીં મોક્ષનો ઉપાય એવા ચરણકરણને બતાવે છે - અને આ પ્રવચનનો સાર છે કેમકે તે મોક્ષનો પ્રધાન હેતુ છે એમ સ્વીકાર્યું છે અને અહીં રહેલા બીજા અંગોનું અધ્યયન કરવાને યોગ્ય છે, તેથી તેને પહેલું બતાવેલ છે. (સંક્ષેપ સારાંશ એ કે - પંચાચાર જ મોક્ષનો ઉપાય છે અને આ આચારાંગ સૂત્ર ચરણ-કરણ પ્રતિપાદક છે. જે સાધુ પંચાચાર સ્થિત હોય તે જ બાકીના અગિયાર અંગસૂત્રો
ભણવાને લાયક છે. માટે દ્વાદશાંગીમાં ‘આચાર' સૂમને પ્રથમ કહ્યું છે.]
હવે ગણિદ્વારને કહે છે. સાધુ વર્ગ કે ગુણોનો સમૂહ જેને હોય તે ગણી. ગણિપણું આચારને આધીન છે તે બતાવે છે.
[નિ.૧૦] “આચાર'' શાસ્ત્રના અધ્યયનથી શાંતિ આદિ દશ પ્રકારનો અથવા ચરણકરણાત્મક શ્રમણધર્મ પરિજ્ઞાત થાય છે. તેથી મણિપણાના સર્વે કારણોમાં “આચારધર''પણું એ પહેલું અથવા પ્રધાન ગણિસ્થાન છે (આચારમાં સ્થિત એવા જ ગણિપણું ધારણ કરી શકે). હવે અધ્યયન અને પદથી પરિમાણ બતાવે છે.
[નિ.૧૧] અધ્યયનથી આ સૂત્રમાં “બ્રહ્મચર્ય” નામક નવ અધ્યયનરૂપ છે, પદથી અઢાર હજાર પદ-પ્રમાણ છે. “આચાર'' સૂઝને “વેદ” કહેલ છે. જેના વડે હેયઉપાદેયનું સ્વરૂપ જાણે તેને વેદ કહે છે. ક્ષાયોપથમિક ભાવમાં વર્તવું તે આ “આચાર” છે. આ સૂત્ર સાથે પાંચ ચૂડા (ચૂલિકા) છે. તેથી તે પાંચ ચૂડાયુકત કહેવાય છે. સૂત્રમાં ન કહેલ બાકી અર્થ જેમાં કહેવાય તેને ચૂડા કહે છે, તે ચૂડા આ પ્રમાણે છે
પહેલી ચૂડામાં સાત અધ્યયનો છે - (૧) પિડેષણા, (૨) શય્યા, (3) ઇય, (૪) ભાષા, (૫) વસ્ત્ર, (૬) પાન, (૩) અવગ્રહપ્રતિમા. બીજી ચૂડા “સપ્તસતતિકા" નામે છે. ત્રીજી ચૂડા “ભાવના” નામક છે. ચોથી ચૂડા “વિમુક્તિ” છે. પાંચમી નિશીથ-અધ્યયન” છે. પહેલા શ્રુતસ્કંધમાં આ ચાર ચૂડા (ચૂલિકા)રૂપ બીજો શ્રુતસ્કંધ ઉમેરવાણી “બહુ” અને “નિશીશ” નામક પાંચમી ચૂડા ઉમેવાણી “બહતર” અને અનંતગમ પયયરૂપે બહુતમ છે. તે પદ-પરિમાણ વડે થાય છે. (જેનું વિવરણ આગળ કરાશે.)
હવે ઉપક્રમ અંતર્ગત “સમવતાર” દ્વાર કહે છે. આ ચૂડાઓ નવ બ્રહ્મચર્ય અધ્યયનમાં સમાવેશ પામે છે. તે હવે દશવિ છે–
[નિ.૧૨ થી ૧૪] આચારાષ્ટ્ર (બીજા શ્રુતસ્કંધ)નો અર્થ બ્રહાચર્યમાં અવતરે છે, અને તે પણ શસ્ત્રપરિજ્ઞામાં સમુદાય અર્થમાં સમાય છે.
શા પરિજ્ઞાનો અર્થ છે તે છ કાયમાં સમાય છે અને છ ઇવનિકાયનો અર્થ છે તે પાંચ મહાવ્રતમાં સમાવિષ્ટ થાય છે.
પાંચ મહાવ્રત છે તે સર્વ દ્રવ્યોમાં સમાય છે અને સર્વે પર્યાયોના અનંત ભાગમાં તે દ્રવ્યનો સમાવેશ થાય છે.
છે અહીં “આચારાગ્ર" એટલે ચૂલિકાઓ. દ્રવ્યો એટલે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ તે છ દ્રવ્યો. પર્યાયો અગુરુલઘુ વગેરે છે. તેના અનંતમાં ભાગે વ્રતોનો અવતાર થાય.
મહાવતોનો બઘાં દ્રવ્યમાં અવતાર કઈ રીતે થાય ? તે કહે છે. | (નિ.૧૫] પહેલા મહાવતમાં છ જવનિકાય, બીજા અને પાંચમાં મહાવતમાં બધાં દ્રવ્યો અને બીજ તથા ચોથા મહાવ્રતનો સમવતાર આ બધા દ્રવ્યોના એક ભાગમાં થાય છે.