Book Title: Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 5
________________ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૩ તે ગુણસ્થાને આ પ્રમાણેઃ (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમત્તસયત, (૭) અપ્રમત્તસંયત, (૮) અપૂર્વ કરણ (નિવૃત્તિબાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સગવલી, (૧૪) અયોગકેવલી. (૧) જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તત્ત્વચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દૃષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ) હોય છે તે અવસ્થા મિથ્યાદષ્ટિ. (૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સારવાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતને ભુખ આત્માને તત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હાય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતનો ભુખ આત્માને જ હોય છે. (૩) હીંચકે હીંચકતા માણસની પડે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતા નથી અર્થાત તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યફમિથ્યાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયનું વિશ્વ પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હેય છે ખરું. (૪) જે અવસ્થામાં દર્શનમેહનીયનું બળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ ૧. જુઓ સમવાયાંગ, ૧૪ સમવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11