Book Title: Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૦૨ જૈનધર્મને પ્રાણ આવ્યા છે, જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યત્વ, ચારિત્ર, વિર્ય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આમાના સહજ ગુણે વિવિધ આવરણોથી સંસારદશામાં આગૃત છે. જેમ જેમ આવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણેની શુદ્ધિ વિશેષ અને આવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કમની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની મુખ્ય બે શકિતઓ છે. પહેલી શકિતનું કાર્ય આત્માના સમ્યકૃત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક ચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શકિતનું કાર્ય આત્માના ચારિત્રગુણને આત કરવાનું છે, જેથી આભા તાવિક રચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતા નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મેહનીયની પ્રથમ શકિત દર્શન મેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મેહનીયની બીજી શકિત ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમેહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ધર્યું એટલે ચારિત્રમેહનીય કમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કમવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11