Page #1
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
મોક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ, તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરે પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને કમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉ&ાનિતને કેમ કેવા પ્રકારનો હોય છે? આત્માની ત્રણ અવસ્થા - આધ્યામિક ઉલ્કાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેના આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેનો આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિક્રમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા, અને તેની પછીની સ્થિતિ એ મેક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેચાઈ જાય છે: (અ) આધ્યાત્મિક અવિકાસ, (૩) આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) મોક્ષ.
A. (આત્મા સ્થાયી સુખ અને પૂર્ણ જ્ઞાન માટે તલસે છે. તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતું નથી. છતાં તે દુઃખ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ના પ્રાણ
૧૦૦
41
અને અજ્ઞાનના વમળમાં ગોથાં ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે. પશુ તેને ઉત્તર તત્ત્વજ્ઞાને સ્ફુરેલા છે. તે એ છે કે સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂ જ્ઞાન ન મેળવે ત્યાં સુધી સતાષ પામી શકતા ની; છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદ્વેષના એવા પ્રબળ સંસ્કારશ છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તેપણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતા નથી.” અજ્ઞાન એ ચેતનાના સ્ફુરણનુ વિધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું સ્ફુરણ અત્યંત મદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધન ભાસ જ થવા પામતેા નથી. આ કારણથી આત્મા પોતે એક વિષયમાં સુખ મળવાની ધારણાથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી ખીજા વિષય તર્ક વળે છે. બીન વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ ડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વટાળિયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપર પરા અનુભવતાં કાંઈક અજ્ઞાન એન્ડ્રુ થાય છે, તોય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુ:ખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાગદ્વેષની તીવ્રતાને પરિણામે પૂર્વ પરિચિત વિષયેાને જ સુખ અને દુઃખનાં સાધન માની તેમાં હર્યાં અને વિષાદને અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચોક્કસ લક્ષ્ય વિનાની હોવાથી દિશાના ચોક્કસ નિશ્ચય કર્યો સિવાય વહાણુ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસકાળની છે.
7. અજ્ઞાન અને રાગદ્વેષના ચક્રનું બળ પણુ હમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ, તે ખળ ગમે તેટલું વધારે હોય તાપણુ
Page #3
--------------------------------------------------------------------------
________________
બસ છે
કે બળવાન સાથે
*
* *
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૧ છેવટે આત્મિક બળ સામે તે અગણ્ય છેલાખ મણ ઘાસ અને લાકડાંને બાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હોતી, તે માટે તે અગ્નિને એક કણ પણ બસ છે, શુભ, પ્રમાણમાં થોડું હોય તો પણ તે લાગણા અશુભ કરતા વધારે બળવાન હોય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું સ્કુરણ સહજ વધે છે અને રાગદ્વેષ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદ્વેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વીર્ય, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશામાં વળે છે. તે જ વખતે આત્મા પિતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસનો પાયો નંખાય છે. હવે પછી આત્મા પિતાની જ્ઞાન અને વીર્ય શક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે, કદાચ તે ક્યારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વીર્ય શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદેષને દબાવતે જ જાય છે. જેમ જેમ તે દબાવતે જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતા જાય છે. ઉત્સાહવૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગકેષના ચક્રને વધારે ને વધારે નિર્બળ કરતો પોતાની સહજ સ્થિતિ ' તરફ આગળ વધતું જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે.
૪. આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હોય છે. આ મેક્ષકાળ, ચૌદ ગુણસ્થાન અને તેની સમજૂતી
જૈન સાહિત્યના પ્રાચીન છે, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના ક્રમ સંબંધી વિચારે વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જૈનધર્મને પ્રાણ આવ્યા છે, જે ગુણસ્થાનને નામે ઓળખાય છે.
ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યત્વ, ચારિત્ર, વિર્ય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આમાના સહજ ગુણે વિવિધ આવરણોથી સંસારદશામાં આગૃત છે. જેમ જેમ આવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણેની શુદ્ધિ વિશેષ અને આવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કમની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની મુખ્ય બે શકિતઓ છે. પહેલી શકિતનું કાર્ય આત્માના સમ્યકૃત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક ચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શકિતનું કાર્ય આત્માના ચારિત્રગુણને આત કરવાનું છે, જેથી આભા તાવિક રચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતા નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મેહનીયની પ્રથમ શકિત દર્શન મેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મેહનીયની બીજી શકિત ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમેહનીય પ્રબળ છે, કારણ કે
જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ધર્યું એટલે ચારિત્રમેહનીય કમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કમવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૩
તે ગુણસ્થાને આ પ્રમાણેઃ (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમત્તસયત, (૭) અપ્રમત્તસંયત, (૮) અપૂર્વ કરણ (નિવૃત્તિબાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સગવલી, (૧૪) અયોગકેવલી.
(૧) જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તત્ત્વચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દૃષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ) હોય છે તે અવસ્થા મિથ્યાદષ્ટિ.
(૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સારવાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતને ભુખ આત્માને તત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હાય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતનો ભુખ આત્માને જ હોય છે.
(૩) હીંચકે હીંચકતા માણસની પડે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતા નથી અર્થાત તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યફમિથ્યાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયનું વિશ્વ પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હેય છે ખરું.
(૪) જે અવસ્થામાં દર્શનમેહનીયનું બળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ
૧. જુઓ સમવાયાંગ, ૧૪ સમવાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ના પ્રાણ
૧૦૪
જાય છે, જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શીન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનુ અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેાહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદ્દય પામતી નથી.
(૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશિવરત. આમાં ચારિત્રમેાહનીયતની સત્તા અવશ્ય ઈંટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગત્તિ હોય છે.
(૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે, છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (સ્ખલન ) સ’ભવે છે, તે પ્રમત્તસયત.
(૭) જે અવસ્થામાં પ્રમાદના જરાયે સંભવ નથી તે અપ્રમત્તસયત. (૮) જે અવસ્થામાં પહેલાં કત્યારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિના અનુભવ થાય છે અને અપૂર્વ વીોલ્લાસ–આત્મિક સામર્થ્ય પ્રગટે છે તે અવસ્થા અપૂર્ણાંકરણ. આનું બીજું નામ નિવૃત્તિબાદર પણ છે.
(૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કના શેષ રહેલ અશાને શમાવવાનું કે ક્ષીણુ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિખાદર.
(૧૦) જે અવસ્થામાં મેહનીયના અંશ લેભરૂપે જ ઉદયમાન હાય છે અને તે પણ બહુ સુક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસ પરાય. (૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપશાંતમેાહનીય. આ ગુણસ્થાનમાં દર્શનમે હનીયને સથા ક્ષય સંભવે ખરા, પણ ચારિત્રમેહનીયને તેવા ક્ષય નથી હોતા, માત્ર તેની સર્વાં શે ઉપતિ હોય છે. આને લીધે જ મેહને કરી ઉદ્રેક થતાં આ ગુણુસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણુસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દનમાહનીય અને ચારિત્રમેહનીયને સÖથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણુમેાહનીય. આ સ્થિતિથી પતન સંભવતું
Page #7
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
જ નથી.
(૧૩) જે અવસ્થામાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે, તે અવસ્થા સગગુણસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વયિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય.
(૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિનો પણ અભાવ થઈ જાય છે તે અયોગગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લે છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે.
પ્રથમ ગુણસ્થાન એ અવકાસકાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ ફુરણ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમાં ગુણસ્થાને પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને ત્યાર બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા . સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે, ત્યારબાદ મેક્ષકાળ છે. શ્રી હરિભદ્રસૂરિએ બીજી રીતે વર્ણવેલ
વિકાસક્રમો આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યો છે. તેઓના વર્ણનમાં બે પ્રકાર છે. આઠ દષ્ટિને પહેલા પ્રકાર
પહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બનેને સમાવેશ ૧. જુઓ કમગ્રંથ બીજાની મારી પ્રસ્તાવના તથા વ્યાખ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
१०६
જૈનધર્મને પ્રાણું કરેલ છે. અવિકાસકાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસ કમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીમા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસને ક્રમ વધતું જાય છે.
દષ્ટિ એટલે દર્શન અથવા બેધ. આના બે પ્રકાર છે. પહેલામાં સતશ્રદ્ધાને (તાત્વિક સચિન) અભાવ હોય છે, જ્યારે બીજામાં સતશ્રદ્ધા હોય છે. પહેલે પ્રકાર ઓઘદષ્ટિ અને બીજો યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે.
જેમ સમેઘ રાત્રિ, અમેઘ રાત્રિ; સમેઘ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અતિમહતમ, મંદતમ, મંદતર, અને મંદ ચાક્ષુષ જ્ઞાન હોય છે, તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે, તેવી રીતે ઓઘદૃષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવરણના તરતમભાવે જ્ઞાન તારતમ્યવાળું હોય છે. આ ઓધદષ્ટિ ગમે તેવી હોય તો તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યાર બાદ જ્યારથી આધ્યાત્મિક વિકાસને આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હોય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારમુખ ન રહેતા મોન્સુખ થઈ જાય છે..
આ સદ્દષ્ટિ (યોગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદમાં ઉત્તરોત્તર બોધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દૃષ્ટિમાં બોધ અને વીર્યનું બળ તૃણાગ્નિની
૧. જુઓ યોગદષ્ટિ સમુરચય.
Page #9
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૭
પ્રભા જેવું હોય છે. બીજી તારા દૃષ્ટિમાં છાણના અગ્નિની પ્રભા જેવું; ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું; એથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું; પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું; છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું; સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પરા દૃષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે.
જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસ્વરૂપનું સંવેદન નથી હેતું, ફક્ત છેલ્લી ચાર દૃષ્ટિએમાં જ તેવું સંવેદન હોય છે, છતાં પ્રથમની ચાર દષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માર્ગ નિશ્ચિત થઈ જાય છે. એમનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ—એ આઠ અંગોને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દૃષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આઠમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે.
પહેલી મિત્રા આદિ ચાર દૃષ્ટિએમાં આધ્યાત્મિક વિકાસ હેય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. ગના પાંચ ભાગ રૂપે બીજો પ્રાર
બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી.
યોગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરાક્ષુખ
૧. જુઓ યોગબિંદુ.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈનધમના પ્રાણ
૧૦૮
હાઈ લક્ષ્યષ્ટ હાય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હાવાથી મેગાટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ અદલાઈ સ્વરૂપાન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનુ તત્ત્વ દાખલ થાય છે અને તેથી તેવે શુભાશયવાળા વ્યાપાર ધ વ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક હેાઈ યાગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના એ ભાગ થઈ જાય છે; એક ધાર્મિક અનેબીઝે ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તાપણુ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ ‘ લેાકક્તિ ’( લેાકર”જન) ખાતર હાય છે. તેથી તેવી પ્રવ્રુત્ત ધર્માં કોટિમાં ગણવા ચોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રત્તિ યોગ કહેવાય છે. ૧
યેાગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા પાંચ ભાગો કરેલા છે.
(૧) જ્યારે થાડા કે ધણા ત્યાગ સાથે શાસ્ત્રીય તત્ત્વચિંતન હાય છે અને મૈત્રી, કરુણાદિ ભાવના વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે.
(૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે ભાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે.
(૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલખીને રહેલું હેાય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂક્ષ્મ એધવાળુ બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આભાધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બધનાને વિચ્છેદ થાય છે.
૧. જુએ ચેગર્ભિ’દુ
Page #11
--------------------------------------------------------------------------
________________ આધ્યાત્મિક વિકાસક્રમ (4) અજ્ઞાનને લીધે ઇષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઈષ્ટ–અનિષ્ટપણની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (5) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનો નિમૂળ નિરોધ કરે તે વૃત્તિસંય. આ બંને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારોનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. [દઅચિં) ભાગ 2, પૃ. 1011-1014, 1017-1021] 1. જુઓ યોગબિંદુ શ્લોક 357 થી 365.