SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ના પ્રાણ ૧૦૦ 41 અને અજ્ઞાનના વમળમાં ગોથાં ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે. પશુ તેને ઉત્તર તત્ત્વજ્ઞાને સ્ફુરેલા છે. તે એ છે કે સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂ જ્ઞાન ન મેળવે ત્યાં સુધી સતાષ પામી શકતા ની; છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદ્વેષના એવા પ્રબળ સંસ્કારશ છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તેપણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતા નથી.” અજ્ઞાન એ ચેતનાના સ્ફુરણનુ વિધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું સ્ફુરણ અત્યંત મદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધન ભાસ જ થવા પામતેા નથી. આ કારણથી આત્મા પોતે એક વિષયમાં સુખ મળવાની ધારણાથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી ખીજા વિષય તર્ક વળે છે. બીન વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ ડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વટાળિયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપર પરા અનુભવતાં કાંઈક અજ્ઞાન એન્ડ્રુ થાય છે, તોય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુ:ખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાગદ્વેષની તીવ્રતાને પરિણામે પૂર્વ પરિચિત વિષયેાને જ સુખ અને દુઃખનાં સાધન માની તેમાં હર્યાં અને વિષાદને અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચોક્કસ લક્ષ્ય વિનાની હોવાથી દિશાના ચોક્કસ નિશ્ચય કર્યો સિવાય વહાણુ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસકાળની છે. 7. અજ્ઞાન અને રાગદ્વેષના ચક્રનું બળ પણુ હમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ, તે ખળ ગમે તેટલું વધારે હોય તાપણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249511
Book TitleAdhyatmik Vikaskram
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size335 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy