Book Title: Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 7
________________ આધ્યાત્મિક વિકાસક્રમ જ નથી. (૧૩) જે અવસ્થામાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે, તે અવસ્થા સગગુણસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વયિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિનો પણ અભાવ થઈ જાય છે તે અયોગગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લે છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રથમ ગુણસ્થાન એ અવકાસકાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ ફુરણ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમાં ગુણસ્થાને પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને ત્યાર બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા . સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે, ત્યારબાદ મેક્ષકાળ છે. શ્રી હરિભદ્રસૂરિએ બીજી રીતે વર્ણવેલ વિકાસક્રમો આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યો છે. તેઓના વર્ણનમાં બે પ્રકાર છે. આઠ દષ્ટિને પહેલા પ્રકાર પહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બનેને સમાવેશ ૧. જુઓ કમગ્રંથ બીજાની મારી પ્રસ્તાવના તથા વ્યાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11