Book Title: Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 9
________________ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૭ પ્રભા જેવું હોય છે. બીજી તારા દૃષ્ટિમાં છાણના અગ્નિની પ્રભા જેવું; ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું; એથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું; પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું; છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું; સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પરા દૃષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે. જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસ્વરૂપનું સંવેદન નથી હેતું, ફક્ત છેલ્લી ચાર દૃષ્ટિએમાં જ તેવું સંવેદન હોય છે, છતાં પ્રથમની ચાર દષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માર્ગ નિશ્ચિત થઈ જાય છે. એમનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ—એ આઠ અંગોને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દૃષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આઠમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે. પહેલી મિત્રા આદિ ચાર દૃષ્ટિએમાં આધ્યાત્મિક વિકાસ હેય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. ગના પાંચ ભાગ રૂપે બીજો પ્રાર બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. યોગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરાક્ષુખ ૧. જુઓ યોગબિંદુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11