Book Title: Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 8
________________ १०६ જૈનધર્મને પ્રાણું કરેલ છે. અવિકાસકાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસ કમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીમા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસને ક્રમ વધતું જાય છે. દષ્ટિ એટલે દર્શન અથવા બેધ. આના બે પ્રકાર છે. પહેલામાં સતશ્રદ્ધાને (તાત્વિક સચિન) અભાવ હોય છે, જ્યારે બીજામાં સતશ્રદ્ધા હોય છે. પહેલે પ્રકાર ઓઘદષ્ટિ અને બીજો યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેઘ રાત્રિ, અમેઘ રાત્રિ; સમેઘ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અતિમહતમ, મંદતમ, મંદતર, અને મંદ ચાક્ષુષ જ્ઞાન હોય છે, તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે, તેવી રીતે ઓઘદૃષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવરણના તરતમભાવે જ્ઞાન તારતમ્યવાળું હોય છે. આ ઓધદષ્ટિ ગમે તેવી હોય તો તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યાર બાદ જ્યારથી આધ્યાત્મિક વિકાસને આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હોય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારમુખ ન રહેતા મોન્સુખ થઈ જાય છે.. આ સદ્દષ્ટિ (યોગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદમાં ઉત્તરોત્તર બોધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દૃષ્ટિમાં બોધ અને વીર્યનું બળ તૃણાગ્નિની ૧. જુઓ યોગદષ્ટિ સમુરચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11