Book Title: Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 3
________________ બસ છે કે બળવાન સાથે * * * આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૧ છેવટે આત્મિક બળ સામે તે અગણ્ય છેલાખ મણ ઘાસ અને લાકડાંને બાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હોતી, તે માટે તે અગ્નિને એક કણ પણ બસ છે, શુભ, પ્રમાણમાં થોડું હોય તો પણ તે લાગણા અશુભ કરતા વધારે બળવાન હોય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું સ્કુરણ સહજ વધે છે અને રાગદ્વેષ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદ્વેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વીર્ય, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશામાં વળે છે. તે જ વખતે આત્મા પિતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસનો પાયો નંખાય છે. હવે પછી આત્મા પિતાની જ્ઞાન અને વીર્ય શક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે, કદાચ તે ક્યારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વીર્ય શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદેષને દબાવતે જ જાય છે. જેમ જેમ તે દબાવતે જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતા જાય છે. ઉત્સાહવૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગકેષના ચક્રને વધારે ને વધારે નિર્બળ કરતો પોતાની સહજ સ્થિતિ ' તરફ આગળ વધતું જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. ૪. આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હોય છે. આ મેક્ષકાળ, ચૌદ ગુણસ્થાન અને તેની સમજૂતી જૈન સાહિત્યના પ્રાચીન છે, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના ક્રમ સંબંધી વિચારે વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11