Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 227
________________ (૬) “પ્રાણાયામ અને અહિંસા (૧૬) તા. - અહિંસાની એક તાત્ત્વિક વિચારણા કરી છે. આ વિચારણા પ્રાણાયામની ઉપગિતાને વિચાર કરતાં થઈ છે. “પ્રાણાયામ હાલ જે રીતે થાય છે– રેચક', પૂરક અને કુંભક – તે રીતે પ્રશસ્ત ગણવામાં આવેલ નથી કારણ કે તેમાં બલને ઉપયોગ થાય છે અને આવી રીતે રૂંધન કરેલ વાયુ મનને કલેશ કરાવે છે. આને નિષેધ થતાં સમગ્ર “પ્રાણાયામને નિષેધ થયે તે ખોટું થયું. “પ્રાણને આયામ એટલે પ્રાણને વિસ્તાર એ અર્થ પણ થાય છે, જે એ દૃષ્ટિએ પાંચ વાયુ અગર સમીરને વિચાર કરાય અને “પ્રાણના વિસ્તારને વ્યવસ્થિત કરવાનું સમજાય તે બ્રહ્મચર્ય પાળવામાં ઘણી અનુકૂળતા થાય, ઉપરાંત રેગો કાબૂમાં આવે. આ પાંચ વાયુની વિષમતા એટલે રોગ. અહિંસા vમો ધર્મ ”- વસ્તુતઃ “અહિંસા ધર્મનું મૂળ છે; જ્યાં અહિંસા છે ત્યાં ધમ છે. “અહિંસાની તાવિક-વિચાર કરવી એ જ જૈનધર્મનું રહસ્ય સમજવાને પ્રયાસ છે. “અહિંસાનું મૂળ શું? અથવા “અહિંસા કયા સંજોગોમાં ખીલે કે ફૂલે, ફાલે? “અહિંસાની ભૂમિકા “અભય” છે, માટે જ “અભય” શબ્દને અરિહંત ભગવતોના પ્રતીક તરીકે ઉપગ થાય છે. ઇતર દે આયુધથી સજજ હોય છે, તેઓ અભયને સંપૂર્ણ રીતે મેળવી શક્યા નથી. અભયનું મૂળ શું? અથવા “અભય” કયા સંજોગોમાં ખીલે કે ફૂલે, ફાલે? અભયની ભૂમિકા “બ્રહ્મચર્ય છે. જે બ્રહ્મચારી છે તે “અભય” દાખવી શકે છે. તે જ સત્ત્વશાલી અને વીર્યવાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240