Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 236
________________ સમાધિ અને “સમાપત્તિ ૧૯૩ જિનેશ્વરોની નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવવડે થતી ઉપાસના ઉપયોગવાળી હોય ત્યારે ભાવ-ઉપાસના બને છે અને તે ઉપયોગ જ્યારે આત્મા–પરક કરવામાં આવે ત્યારે તે નિશ્ચય-ઉપાસના યા અભેદોપાસના બને છે. ગૃહસ્થને તે માનસપચારરૂપ છે અને સાધુને તે કાયિકી બને છે. કહ્યું છે કે : विषयस्य समापत्तिरुत्पत्तिर्भावसंशिनः । आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्विकः ॥ અર્થ – વિષય-સમાપત્તિ તે વ્યવહારથી ભાવ-સંજ્ઞા છે. આત્મસમપત્તિ તે નિશ્ચયથી ભાવ-સંજ્ઞા છે અર્થાત્ તાત્વિક–ભાવન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240