Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 240
________________ - ચિન્તન કણિકા :ભ, ઉચ્ચ મનેરા ઉત્તમ આત્માઓમાં જ ઉત્પન્ન થાય છે અને તે કાળાન્તરે અવશ્ય ફલીભૂત થાય છે. ભ. શ્રુતજ્ઞાન’માં દર્શન ગ્રહ માન્ય છે, પિતાનું દર્શન જ સર્વ શ્રેષ્ઠ એવો ભાવ હોય છે. ‘ચિન્તાજ્ઞાનમાં બીજાં દર્શનમાં રહેલાં સત્ય પણ પિતાનાં જ છે એ ભાવ રહે છે.. ‘ભાવનાજ્ઞાનમાં સત્યનો અમલ રહેલે છે. ભ, મન્ટોને ચૈતન્યમય કરવા હોય તે તે “દીપ્ત થવા જોઈએ, | ' પ્રબુદ્ધ’ થવા જોઈએ અને “સૂનિર્મલ” થવા જોઈએ - એમાં વિવાદ નથી. તે માટે પ્રયોગો પ્રકાશમાં આવે તે અત્યંત જરૂરી છે. તે ભ. “અને અંશ અનુભવ વિના વિસર્જન પામતો નથી. અનુભવ માટે સમગ્ર જીવનની શુદ્ધિ અને કરુણાદિ ભાવો અનિવાર્ય છે. * ભ. દેહાત્મબુદ્ધિથી જેટલા પર થઈ શકાય તેટલા પર થવાથી શાન્તિ સાક્ષાત અનુભવાય છે. અ. જે લેકે જીવનમાં અનાસક્તિ અને ભક્તિના વેગનું અનુષ્ઠાન કરે છે તેઓ કદી કહેતા નથી કે અમે એગી છીએ. આથી માર્ગદર્શન માટે આ એક સારે નિયમ છે કે જે લેકે પિતાને યોગી ગણાવે તેમનાથી ખૂબ સાવધ રહેવું જોઈએ. અ. કૃપાને અર્થ સામર્થ્ય થાય છે. સાધકમાં ભક્તિથી જે સામર્થ્ય પ્રકટે તે કૃપા છે. ક અ. મહાન યેગીઓ - પછી ભલે તેઓ ગમે તે દેશના કે ધર્મના હોય પણ આધ્યાત્મિક-વિષયમાં એકવાક્યતા દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240