Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 231
________________ ભ, (૮) તથાભવ્યત્વ-પરિપાક – ઉપાય (૧૬૫) ગઢ સીવાણા. દીપાવલિ-આસો વદ ૦)) તા. ૧૮-૧-૭૨ स्वकृतं दुष्कृतं गर्हन् , सुकृतं चाऽनुमोदयन् । नाथ! त्वचरणौ यामि, शरणं शरणोज्झितः ॥ १॥ (“વીતરાગ-સ્તોત્ર'; પ્રકાશ – ૧૭, કલેક-૧.). અર્થ – હે નાથ ! કરેલા દુષ્કૃતની ગહ કરતે અને કરેલા સુકૃતની અનમેદના કરતે, અન્યના શરણથી રહિત એ હું, આપના ચરણના શરણને અંગીકાર કરું છું. શરણુ રહિત એ હું તારા ચરણને શરણ આવ્યો છું. સાથે સ્વકૃત દુકૃતની ગહ અને સુકૃતની અનુમોદના રૂપી બે ભેટણ લાવ્યું છું, માટે મને અવશ્ય શરણ મળશે–એવી ખાત્રી છે. દુષ્કૃતની ગહ પાપના અનુબંધને તેડી આપે છે અને સુકૃતની અનમેદના પુણ્યના અનુબંધને જોડી આપે છે. તે બેના પાયા પર શરણ-ગમન અવશ્ય ફલીભૂત થાય છે. શરણ શુદ્ધાત્મ-દ્રવ્યનું જ લેવાનું છે અને તે સૌથી નજીક છે; તે માટેની આ બે શરતોનું પાલન થાય છે તેથી ચિત્ત-શુદ્ધિ થાય છે અને શુદ્ધ ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. “જ્ઞાનસાર’–‘સ્થિરતાષ્ટકમાં કહ્યું છે કે – वत्स ! किं चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यसि ॥१॥ અથ: હે વત્સ! ચચલ-ચિત્તવાળે થઈ ઠામઠામ શા માટે મે છે? અને ખેદ પામે છે? જો તું નિધાનને અથી છે તે સ્થિરતા તારી પાસે જ રહેલ “આત્મ-નિધાનને દેખાડશે. દુષ્કતગર્તા” અને “સુકૃતાનુદના જ્યારે ભાવથી થાય છે, ત્યારે ચિત્તમાં એક પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થાય છે, નિધાનને અવશ્ય દેખાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240