Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 5
________________ સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક મહામૂલી અતિઅદ્ભુત કૃતિના પદાર્થોને સારી રીતે સમજવામાં, સમજીને જીવનમાં અમલ કરવામાં ઉપયોગી થઈ શકે. આ પ્રવૃત્તિ પાછળ તો મારો એક જ શુભાશય છે કે આવા આત્મલક્ષી-અધ્યાત્મલક્ષી ગ્રંથના અધ્યયનથી મારી નાદુરસ્ત તબિયતમાં પ્રસન્નતા જળવાઈ રહે, અને અશાતાવેદનીયકર્મના ઉદયમાં શરીરવિષયક કે અન્ય સંકલ્પ-વિકલ્પો વિષયક આર્તધ્યાનથી બચી શકાય અને ધર્મધ્યાનમાં મન સ્થિર રહે. અને સ્વાધ્યાયલક્ષી આ પ્રવૃત્તિથી કર્મની નિર્જરા થાય, અને ભવિષ્યમાં એવો પરમાત્માના શાસનનો સુયોગ-સુકાળ સાંપડે કે જેના દ્વારા સર્વકર્મનો ક્ષય થાય, કે જેથી આત્માના પૂર્ણ સુખને પામી શકું. પંડિતવર્યશ્રીએ પાઠવાંચન સમયે ગ્રંથના પદાર્થો, જ્યાં સુધી અધ્યયન કરનારા અમને સૌને ન સમજાતા ત્યાં સુધી, પુનઃ પુનઃ સમજાવવા પ્રયત્ન કરેલ છે, અને ભાવાર્થમાં સરળતાથી સમજાય એ પ્રમાણે પદાર્થો ખોલવા પ્રયત્ન કરેલ છે. પ્રસ્તુત ગ્રંથના ભાગ-૧ અને ભાગ-રમાં જણાવ્યા મુજબ ભાવાર્થમાં ટીકાના અર્થની પુનરુક્તિ ઘણી જગ્યાએ થયેલ છે, પણ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ માટે ગ્રંથના પદાર્થોનો તેમને બોધ થાય, અને ભાવાર્થ ત્રુટિત ન બને એ હેતુથી થયેલ એ પુનરુક્તિ, દોષરૂપ નહિ ગણાય. વળી, ઘણાં સ્થાનોમાં સંપૂર્ણ ટીકાનો ભાવાર્થ કરેલ છે, તો કેટલાંક સ્થાનોમાં ટીકાનો જેટલો ભાગ ક્લિષ્ટ હોય તે તે ટીકાના પ્રતીક મૂકી તેટલો જ ભાવાર્થ કરેલ છે, જ્યારે ટીકાર્ય સંપૂર્ણ ટીકાનો કરેલ છે. . આ સંપૂર્ણ ગ્રંથનું અધ્યયન બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસર ટ્રસ્ટ, વાલકેશ્વર દ્વારા પ્રકાશિત અધ્યાત્મમત પરીક્ષા ગુર્જર વ્યાખ્યા સહિત પુસ્તકને સામે રાખીને કરેલ છે, અને ગ્રંથમાં આવતા પ્રાકૃત સાક્ષીપાઠોના ઉદ્ધરણની સંસ્કૃત છાયા તે ગ્રંથમાંથી લીધેલ છે. પાઠશુદ્ધિ માટે ગીતાર્થ ગંગા સંસ્થામાં ઉપલબ્ધ આ ગ્રંથની હસ્તલિખિત પ્રતિઓમાંથી જ્યાં અમને શુદ્ધપાઠ મળેલ છે, તે પાઠ અમે મૂળમાં લીધેલ છે; અને જયાં અર્થ સાથે સંગત જણાતો શુદ્ધ પાઠ હસ્તલિખિત પ્રતિમાં મળેલ નથી, ત્યાં કૌંસમાં એ પાઠ મૂકેલ છે. ઘણી જગ્યાએ નિશાની આપી વિવેચનમાં જણાવેલ છે કે અહીં આવો પાઠ ઉચિત ભાસે છે. આ ગ્રંથના પ્રુફ વાચનના કાર્યમાં સાધ્વીશ્રી હિતરુચિતાશ્રીજી મ.સા. તથા સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહ પોતાના કીમતી સમયનો સદુપયોગ કરી ઘણો સહકાર આપેલ છે, તે બદલ તેમને વિસરી શકાય તેમ નથી. છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંપાદનકાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થ નિરૂપણ થયેલ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં માંગું છું. પ્રાન્ત એક જ અંતરની મહેચ્છા છે કે દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વઆત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ, સર્વને લાભનું કારણ બને અને મને પોતાને સૂક્ષ્મબોધ થવાપૂર્વક ભાવપૂર્વકની ક્રિયાની પરિણતિ પ્રાપ્ત થાય, અને નિર્મળ પરિણતિ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય કરી નિકટના ભાવોમાં મુક્તિસુખની ભાગી બની શકું. એ જ શુભાશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો, એ જ શુભભાવના.....! વિ.સં. ૨૦૫૭, ભાદરવા સુદ - ૧૧, બુધવાર, તા. ૨૯-૮-૨૦૦૧. એફ- ૨, જેઠાભાઇ પાર્ક, નારાયણનગર, પાલડી, અમદાવાદ - ૭. પરમ પૂજ્ય પરમારા ધ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫.પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી તથા પ.પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી રોહિતાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીશ્રી ચંદનબાલાશ્રીજી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 400